Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

વડોદરા:બોડેલી-ડભોઇ હાઇવે પર બોલેરોમાં ગાંજાનો જથ્થો લઇ જનાર યુવાનને એસઓજીએ ઝડપી પાડયો

વડોદરા: શહેરના બોડેલી-ડભોઇ હાઇવે પર બોલેરો ગાડીમાં ગાંજાનો જથ્થો છુપાવીને જતા ક્વાંટ તાલુકાના એક યુવાનને જિલ્લા એસઓજીએ ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે બોડેલી તરફથી એક વ્યક્તિ બોલેરો ગાડીમાં ગાંજાનો જથ્થો લઇને આવે છે તેવી બાતમી મળતા પોલીસ સ્ટાફના માણસોએ પણસોલી ગામની સીમમાં વોચ ગોઠવી હતી. ગઇ રાત્રે બાતમી મુજબની ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ગાડીના આગળના ભાગે બોનેટમાં સંતાડી રાખેલ ૪ કિલો ૨૭૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો.

પોલીસે ગાંજો,  રૂ.૪૬૭૦૦ રોકડા, એક મોબાઇલ અને બોલેરો ગાડી મળી કુલ રૃ.૨.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ગાંજા સાથે ઝડપાયેલા શખ્સ સંજય રમેશભાઇ રાઠવા (રહે.પટેલ ફળિયા, નાના વાંટા, ક્વાંટ)ની અંગ જડતી કરી ત્યારે તેણેે પહેરેલ પગના મોજામાં છુપાવી રાખેલ રૂ.૨ હજારની  બે ચલણી નોટ પણ મળી હતી.

(5:04 pm IST)