Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સુરતના ઉઘના દરવાજા નજીક બ્રિજ પરથી નીચે પટકાતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયો

સુરત:ઉધના દરવાજાથી ઉધના ત્રણ રસ્તા બાજુ જતા રોકડીયા હનુમાન મંદિર પાસેના બ્રિજ ઉપરથી અજાણ્યો ઇસમ નીચેથી પસાર થતી કાર ઉપર પડતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. વધુ તપાસ પોલીસ કરી રહી છે. સુરત શહેરના ઉઘના ત્રણ રસ્તા નજીક બ્રિજ પરથી અજાણ્યા ઈસમે નીચે પસાર થતી કાર પર અગમ્ય કારણોસર છલાંગ લગાવતા યુવકને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(5:06 pm IST)