Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ગાંધીનગર:ઇન્ફોસીટી પોલીસે મોબાઈલ દુકાનની સામે કારમાં સવાર યુવાનને નવ બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ઈન્ફોસીટી પોલીસે મોબાઈલની દુકાન સામે કારમાં સવાર યુવાનને વિદેશી દારૂની નવ બોટલ સાથે ઝડપી લીધો હતો. સે-ર૪માં રહેતો આ યુવાન કયાંથી દારૂ લાવ્યો હતો અને કોને  દારૂ આપવાનો હતો તે જાણવાની સાથે ૧.૦૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે.   

દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે ઈન્ફોસીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ઈન્ફોસીટીમાં આવેલા મોબાઈલ સ્ટોરની સામે પાર્કીંગમાં એક શખ્સ કારમાં દારૂ સાથે હોવાની બાતમી મળી હતી. જે બાતમીના પગલે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ કરતાં જીજે-૧૮-એસી-૨૭૩૮ નંબરની કારમાં સવાર શખ્સને પકડયો હતો. જેની પુછપરછમાં તેનું નામ હીરલ રમેશચંદ્ર જયસ્વાલ રહે.પ૭/ર૩૪, શ્રીનગર સોસાયટી, સે-ર૪ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતાં પાછળની સીટમાં પ્લાસ્ટિકના થયેલામાં વિદેશી દારૂની અલગ અલગ નવ જેટલી બોટલ મળી આવી હતી. 

(5:08 pm IST)