Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મેઘરાજની વાત્રક નદીમાં ચેકડેમમાં ન્હાવા જવું શખ્સને ભારે પડ્યું:પગ લપસી જતા યુવકનું મૃત્યુ: મૃતદેહની શોધખોળ શરૂ

મેઘરજ:નગરની વાત્રક નદીના ચેકડેમ ઉપર ન્હાવા ગયેલા શખ્સનો પગ લપસી જતાં શનિવાર સવારે પાણીમાં ગરકાવ થઇ જતાં ચાર દિવસ યુવકની નદીમાં શોધખોળ દરમ્યાન પાંચમા દિવસે યુવકનો મૃતદેહ ઘટના સ્થળથી બે કીલોમીટર દુર લાલાકૃપા ગામની સીમમાંથી નદીના પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો હતો.

મેઘજ તાલુકાના પહાડીયા રેલ્યો ગામનો કમલેશ સોમા રાવળ (ઉ.વર્ષ ૩૬) શનિવારે સવારે તેના કુટુંબી ઇસમ સાથે મેઘરજ નગરની વાત્રક નદી પરના ચેકડેમ ઉપર ન્હાવા માટે ગયો હતો.

 કમલેશ રાવળે તેનાં કપડાં ચેકડેમની બાજુમાં પથ્થર ઉપર મુકી ચેકડેમ પર ન્હાવા ગયો અને કમલેશનો પગ લપસી જતાં કમલેશ નદીના વહેતા પાણીમાં ગકાવ થઇ ગયો હતો. જેની જાણ મેઘરજ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ મથકે થતાં તંત્ર દ્વારા બે દિવસ સ્થાનીક તરવૈયાઓની મદદ લઇ ઘટના સ્થળે નદીના પાણીમાં યુવકની શોધખોળ કરાઈહતી.

(5:09 pm IST)