Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણભા દ્વારા કોવિડ- 19 માં ઉત્કૃષ્ટ કામગીરી કરેલ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ:  અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણભા તરફથી ફિલ્ડ સ્ટાફને કોવિડ- 19 માં ઉત્કૃષ્ઠ  કામગીરી કરવા બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વૈશ્વિક મહામારી કોવિડ- 19 અંતર્ગત રાત-દિવસ જોયા વગર પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવેલ તમામ આરોગ્ય કર્મચારીઓ ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણભાના મેડિકલ ઓફિસર દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર, આયુષ મેડીકલ ઓફિસર સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:30 pm IST)