Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

વડોદરાના PSI રાહુલ પરમારને જમીન વિવાદ 10 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથે ઝડપી લીધા

અરજીના નિકાલ માટે 50 હજાર મગ્યા હતા : વાડી પોલીસ મથક હેઠળની ચોકીમાં છટકુ ગોઠવી ઝડપી લેવાયો

વડોદરા: વડોદરામાં ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ વાડી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. વડોદરાના વાડી પોલીસ મથક (Vadi Police Station)ના પીએસઆઈ રાહુલ પરમાર (PSI Rahul Parmar) લાંચ લેતા પકડાઇ ગયા. ફરિયાદના આધારે એસીબી (Anti-corruption Bureau)એ આના માટે પોલીસ ચોકીમાં છટકું ગોઠવ્યું હતું.

રિપોર્ટ મુજબ વાડી પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI રાહુલ પરમારે જમીન વિવાદમાં એક પાર્ટી પાસેથી  લાંચ માંગી હતી. જેને પગલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી સમગ્ર વિગત વર્ણવી હતી. ત્યારે બાદ એસીબીના અધિકારીઓએ પીએસઆઈ રાહુલ પરમારને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. જેમાં PSI પરમાર ઝડપાઇ ગયા.

ફરિયાદીએ લાંચ માગ્યાની વાત એસીબીને કરી

ફરિયાદમાં જણાવ્યા મુજબ  પીએસઆઈ રાહુલ પરમાર વતી  જમીન વિવાદ મામલે  પક્ષકારો વચ્ચે  સમાધાન કરાવી અરજીનો નિકાલ કરવા માટે રૂપિયા 50 હજારની લાંચ માંગવામાં આવી હતી.  ફરિયાદીએ તેના માટે હા પાડ્યા બાદ એસીબીને તમામ વિગતની જાણ કરી દીધી હતી.

એસીબીએ રાહુલ પરમારને પકડ્યા બાદ  વાડી પોલીસ મથક અનેપીએસઆઇ પરમારના ઘરે તપાસ હાથ ધરી હતી. જો કે ત્યાંથી શું કબજે કર્યું કે વધુ કઇ વિગતો જાણવા મળી તે અંગે તાકીદે કિં જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગને લાંછન લાગે તેવા બનાવો સમયાંતરે સામે આવતા રહે છે. સમગ્ર રાજ્યમાં પોલીસની કામગીરી અને નૈતિક્તા સામે સવાલ ઊઠી રહ્યા છે.

પોલીસ દ્વારા લાંચ-રૂશવતનો આ નવો મામલો નથી

દિવસ પહેલાપણ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના PI લક્ષ્મણસિંહ બોડાણા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાટીદાર અગ્રણીના આપઘાત કેસમાં તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત લીંબડી પોલીસ મથકના પીએસઆઈ સામે પણ ત્રણ યુવકોને જાતિવિષયક શબ્દો કહીને માર મારવાનો ગૂનો દાખલ કવરામાં આવ્યો છે.

ગઇકાલે સુરતમાં જ પોલીસ જાહેરમાં એક યુવકને જમીન પર સુવડાવી બેરહમીથી મારી રહી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. પરંતુ પાછળથી પોલીસ વિભાગે તેની સ્પષ્ટતા કરી હતી કે આ વ્યકિત સામે તેની પત્નીએ મારઝૂડની ફરિયાદ કરી હતી. પોલીસના જવાનો તેના પકડવા ગયા હતા.

(6:21 pm IST)