Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કોંગ્રેસના કેન્દ્ર સરકાર પર ચાબખા

ભાજપા ખેડૂતોને કરી રહી છે બરબાદ : શકિતસિંહ ગોહિલ

રાયપુર તા. ૯ : કોંગ્રેસના સીનીયર નેતા શકિતસિંહ ગોહિલે શુક્રવારે રાયપુરમાં કેન્દ્ર સરકાર પર નિશાન તાકતા કહ્યું કે, ભાજપાએ ખેડૂતો અને ગરીબોને બરબાદ કરવાનો કોન્ટ્રાકટ લઇ રાખ્યો છે. આ પક્ષ ફકત મૂડી પતિઓને માલામાલ કરવા માંગે છે. ગોહિલે લખીમપુરની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ખેડૂતો પોતાના ભવિષ્યને બરબાદ કરનારા કાયદા સામે આંદોલન કરી રહ્યા હતા અને ભાજપાના કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાનના દિકરાએ તેમના પર જીપ ચઢાવી દીધી.

લખીમપુર ખીરી ઘટનામાં પ્રધાન અજય મિશ્રાના પુત્રની ધરપકડ ના થવા બાબતે તેમણે કહ્યું કે હું પણ એક વકીલ છું. હત્યાના આરોપીને પોલિસ કયારેય સમન્સ નથી મોકલતી તેને ઝડપીને ધરપકડ કરે છે. આ કેસમાં બેદરકારી દાખવાઇ રહી છે. સુપ્રીમ કોર્ટે પણ પોલિસને પૂછયું છે કે જો આવો જ આરોપ સામાન્ય માણસ પર હોય તો પોલિસનું વલણ આવું જ હોત.

શકિતસિંહે કહ્યું કે, છત્તીસગઢમાં થનારી રાજકીય સભાઓમાં ચૂંટણી દરમિયાન મોદીએ વચન આપ્યું હતું કે, દર વર્ષે બે કરોડ નોકરીઓ આપશું પણ સંસદમાં સરકાર તરફથી રજૂ કરાયેલ. આંકડાઓ અનુસાર ગત ૨ વર્ષમાં ૧૪ કરોડ નોકરીઓ છીનવાઇ ગઇ છે, મળવાની તો વાત જ નથી.

(12:02 pm IST)