Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સુરત:બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર સાથે ઠુમકા મારી ચલણી નોટો ઉડાવવા મામલે અનસ મિંડી સહિત સાતની ધરપકડ

સપ્તાહ પહેલાં ખંડેરાવપુરા ખાતે જન્મદિવસની પાર્ટીમાં તમાશો કરાયો હોવાનું બહાર આવ્યું

સુરત : બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર સાથે ઠુમકા મારી ચલણી નોટો ઉડાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બનતા અઠવા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસ તપાસમાં સપ્તાહ પહેલાં ખંડેરાવપુરા ખાતે જન્મદિવસની પાર્ટીમાં તમાશો કરાયો હોવાનું બહાર આવ્યું હતુ. પોલીસે જાહેરનામા ભંગ અન્વયે ગુનો નોંધી ઠુમકા મારનારા અનસ મિંડી સહિત સાતની ધરપકડ કરી હતી

(1:02 pm IST)