Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

વલસાડના ધરમપુર નજીક હોટલમાં પ્રેમમાં મગ્ન પતિ અને પ્રેમિકાને રંગે હાથ ઝડપીને પ્રેમિકાને ઢોર માર મારીને નિવષા કરવાના ગુનામાં પાંચની ધરપકડ

સોશ્‍યલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ સાયબર ક્રાઇમ દ્વારા તજવીજ

વલસાડ: શહેરના ધરમપુર નજીક આવેલી એક હોટલમાં મહિલાને માર મારી, નિવસ્ત્ર કરી, વીડિયો વાયરલ કરવાના કેસમાં વલસાડ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. વલસાડ અને ધરમપુર તાલુકાની વચ્ચે આવેલ વાંકલ ગામ નજીકની જાનકી હોટલમાં એક પરણિત પુરુષ અને એક મહિલા હોટલના રોમમાં રોકાયા હતા. આ વાતની જાણ પુરુષના પરિવારજનોને થતા, પુરુષની પત્ની અને તેના પરિવારજનોએ હોટલ ઉપર આવી પહોંચી હતી.

પ્રેમમાં મગ્ન પતિ અને તેની પ્રેમિકાને રંગે હાથે ઝડપી પાડયા હતા. અને પતિની પ્રેમિકાને ઢોર માર મારી નિવસ્ત્ર હાલતમાં હોટલના રૂમમાંથી બહાર ખેંચી કાઢી હતી. હોટલની બહાર જાહેર રસ્તા ઉપર મૂકી દીધી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો દસ દિવસ બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સાયબર ક્રાઇમ પોલીસ મથકે છ ઓક્ટોબરના રોજ પ્રેમિકાએ પહોંચી વીડિયો વાયરલ કરનાર, ઢોરમાર મારનાર ઈસમો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં વીડિયો વાયરલ કરવા અને મહિલાની બદનામી કરવા બદલ, વલસાડ સાયબર ક્રાઇમની ટીમે બે મહિલા સહિત પાંચ ઇસમોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓના નામ...

(૧) કમલેશભાઇ જગાભાઇ પટેલ રહે પટેલ ફળીયું ગામ બરૂમાળ તા.ઘરમપુર જી.વલસાડ

(૨) કરશનભાઇ બાવનભાઇ ગામતા રહે . ગુરૂધામ ફળીયુ ગામ બરૂમાળ તા.ધરમપુર જી . વલસાડ

(3) મયંકભાઇ કમલેશભાઇ પટેલ રહે પટેલ ફળીયું ગામ બરૂમાળ તા.ઘરમપુર જી.વલસાડ

(૪) રાધાબેન રીતેશભાઇ સંજીભાઇ ધો.પટેલ રહે . ગામ ઓઝર પાડા મંદીર ફળીયુ તા.ધરમપુર જી.વલસાડ

(૫) સોનલબેન કરશનભાઇ બાવનભાઇ પટેલ રહે . ગામ બરૂમાળ સદગ્રુધામ ફળીયા તા ધરમપુર

(4:46 pm IST)