Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સુરત:શહેર ક્રાઇમ બ્રાન્ચે ગેસ્ટહાઉસમાં ધમધમતું કુટણખાનું ઝડપી પાડયું

સુરત, : સુરત ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે રેલવે સ્ટેશન વિસ્તારમાં આદર્શ ગેસ્ટ હાઉસમાં ધમધમતું કુટણખાનું ઝડપી પાડી ત્યાંથી ચાર લલનાઓને મુક્ત કરાવી હતી. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે ગેસ્ટ હાઉસના માલિક, દલાલ, મેનેજર અને બે ગ્રાહકની ધરપકડ કરી રોકડા રૂ.10,450 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.42,950 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી હકીકતના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે રેલવે સ્ટેશન વિસ્તારમાં ગુડ્ઝ યાર્ડ નજીક લંબે હનુમાન ગરનાળા તરફના સબરસ હોટલ પાસે આવેલા આદર્શ ગેસ્ટ હાઉસમાં રેઈડ કરી હતી. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટને ગેસ્ટ હાઉસના એક રૂમમાંથી કોલકત્તા અને પ.બંગાળની ચાર લલનાઓ મળતા તેને મુક્ત કરાવી ગેસ્ટ હાઉસના માલિક સંજયભાઈ જમીયતભાઈ તમાકુવાલા ( રહે.72, શિવાંજલી રો હાઉસ, લાલ દરવાજા મેઈન રોડ, સુરત ) ઉપરાંત એક દલાલ, ગેસ્ટ હાઉસના મેનેજર અને ત્યાં શરીર સુખ માણવા આવેલા બે ગ્રાહક મળી કુલ પાંચની ધરપકડ કરી હતી. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે રોકડા રૂ.10,450 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.42,950 નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

(6:16 pm IST)