Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

વડોદરામાં સામાન્ય બાબતમાં પત્નીની ખામી કાઢી શારીરિક-માનસિક ત્રાસ ગુજારનાર પતિ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: સામાન્ય બાબતોમાં ખામીઓ કાઢી શારીરિક અને માનસિક ત્રાસ આપી અવારનવાર મારપીટ કરતાં પતિની કરતૂતોથી કંટાળી પત્નીએ કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પતિ વિરુધ્ધ સ્ત્રી અત્યાચાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના મદન જાપા રોડ ઉપર આવેલા હનુમાન ફળિયામાં રહેતી 32 વર્ષીય મહિલા શોકતારાબાનું ( નામ બદલ્યું છે ) ટી.વાય.બી.એ નો અભ્યાસ કર્યો છે. તેના લગ્ન વર્ષ 2015 દરમિયાન ફૈઝાન ચંગીવાલા (રહે- નાગરવાડા, લાલજી કુઈ, વડોદરા) સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. ફૈઝાન વાહનોની બેટરીનું વેચાણ કરે છે. મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રી દરમિયાન મારા પતિ ઘરે લેટ આવતા કારણ પૂછતા "તું મને પૂછવા વાળી કોણ ? " તેમ જણાવી ઝઘડો કરતો હતો. પતિ અવારનવાર રોજિંદા કામોમાં ખામી કાઢી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. અગાઉ રાત્રિના સમયે ફૈઝાને ઝઘડો કરી મારી જાંઘ ઉપર બચકા ભર્યા હતા. જેના ફોટા પરિવારજનોને પણ દર્શાવ્યા હતા. અને જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. અગાઉ અનેક વાર ઝઘડા બાદ ઘરસંસાર બગડે નહીં તે માટે પરિવારજનોની મધ્યસ્થિ બની સમાધાન કર્યું હતું.

(6:19 pm IST)