Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષના જન્મ દિવસની વિરમગામમાં ઉજવણી કરાઈ

સતિષભાઈ ઠાકોરના જન્મદિવસ નિમિત્તે સ્મશાનમાં વૃક્ષારોપણ તથા હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી હોટલ મોલ કે મલ્ટીપ્લેક્ષમાં મિત્રો સાથે જઈને કરવામાં આવતી હોય છે. પરંતુ વિરમગામમાં મિત્રોએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષના જન્મ દિવસની વિરમગામમાં ઉજવણી કરવામાં આવી હતી. અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ સતિષભાઈ ઠાકોરના જન્મદિવસ નિમિત્તે અનુસૂચિત જાતિ બંધુઓના સ્મશાનમાં વૃક્ષારોપણ તથા હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના વિરમગામ શહેર પ્રમુખ ચેતનભાઇ કંસારા દ્વારા કરવામાં આવ્યું હતું.

(7:02 pm IST)