Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ગાંધીનગર : તરછોડાયેલ બાળકનું સાચું નામ છે શિવાંશ : બાળક સચીનના પત્નીનું નથી બાળકની માતા વિશે કોઈ સ્પષ્ટતા નહીં

190 થી વધુ પરિવારે બાળકને દત્તક લેવા કહ્યું: અનેક અધિકારીઓ પણ બાળક દત્તક લેવા તૈયાર: ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

ગાંધીનગર : ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે રાતના સમયે બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો બાળક કેસમાં ગૃહમંત્રી  હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું છે

 પ્રેસ કોન્ફ્રન્સમાં ગૃહમંત્રીએ કહ્યું કે બાળકનું સાચું નામ શિવાંશ  છેબાળકની ઉંમર આઠથી દસ માસની છે પોલીસે 14 થી વધુ ટીમ બનાવી હતી બાળક સચીનના પત્નીનું નથી અત્યાર સુધીમાં 190 થી વધુ પરિવારે બાળકને દત્તક લેવા કહ્યું છે અનેક અધિકારીઓ પણ બાળક દત્તક લેવા તૈયાર છે

(8:37 pm IST)