Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ગાંધીનગરમાં ત્યજી દેવાયેલ બાળકનું સાચું નામ શિવાંશ :સચિન નામનો વ્યક્તિ તેનો પિતા:માતા પિતા કોટા રાજસ્થાનથી ગાંધીનગર લવાશે

ગૃહ રાજ્યમંત્રીએ બાળકના ફોટો તેમજ ન્યૂઝને વાયરલ કરવામાં તમામ મીડિયા અને સોશિયલ મીડિયા ચેનલના કામને બિરદાવ્યું : બાળકને માતાપિતા સુધી પહોંચાડવા ધરે ઘરે જઈ પોલીસે મહેનત કરી

ગાંધીનગર જીલ્લા પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સ્વામિનાયરાયણ ગૌશાળામાં એક આઠથી દસ માસનુ બાળક બીન વારસી મળી આવેલ, જે બાળકના વાલી વારસને શોધવા માટે મોડી રાત્રીથી જ પો.સ.ઇ. પેથાપુર દ્વારા ગુનો દાખલ કરી તેની તપાસ માટેપો.ઇન્સ. એસ.ઓ.જી. તથા તેની મદદમાં જીલલા એસ.સી.બી. તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ આધારે નેત્રમ કંટ્રોલ, જી.એમ.સી. કમાન્ડ કંટ્રોલ તથા સ્થાનિક વિસ્તારોના સી.સી.ટી.વી. ફુટેજ ચકાસવામાં આવેલ જેમાં બનાવના સમયથી એકાદ કલાક પહેલા ગૌશાળા આસપાસથી પસાર થયેલ ટુ વ્હીલર રીક્ષાઓ તથા ફીર વ્હીલર ગાડીઓની મુવમેન્ટ ચકાસી શંકાસ્પદ જણાઇ આવેલ વાહનોજે તે સમયે હાજરી બાબતે ખરાઇ કરવામાં આવેલ. પોલીસને જાણ થતાં પોલીસ ટીમ દ્વારા આજુ બાજુના વિસ્તારમાં સર્ચ ચાલુ કરેલ અને પેથાપુર પોલીસની મદદમાં એસ.સી.બી., એસ.ઓ.જી. મહીલા પોલીસની ટીમો પણ સક્રિય થઇ ગયેલ હતી. અને પેથાપુરના નગરજનોને સાથે રાખી પોલીસે રાત્રી દરમ્યાન જ આ બાળકના મેડીકલ ચકાસણી તથા ટેસ્ટીંગ ગાંધીનગર સીવીલ ખાતે શરૂ કરી દેવામાં આવેલ.

રાજયના ગૃહ રાજયમંત્રી હર્ષદ સંઘવી સાહેબ દ્વારા આ બનાવની ગંભીરતા ધ્યાને લઇપોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓને સુચના આપેલ કે, આ બાળકની ઓળખ તાત્કાલીક થઇ જાય અને તેના માતા પિતા સુધી પહોંચે તે મુજબ ટીમનો રચના કરી અને પરીણામલક્ષી કામગીરી કરવી. ઉપરાંત ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસ્મા દ્વારા પણ આ બનાવની ગંભીરતા રાખી આ બાળક પત્યે લોકોની પ્રેમ લાગણી ધ્યાને લઇ આ બાળકની ઓળખ તાત્કાલીક થાય તે મુજબ કામગીરી કરવા સુચના આપેલ.જે અન્વયે ગાંધીનગર પોલીસ દ્વારા આશરે પંદર જેટલી ટીમોની રચના કરી નીચે મુજબની કામગીરી હાથ ધરવામાં આવેલ.

(૧) સીસીટીવી કેમેરાનુ મોનીટરીંગ અને ચેકીંગ

(ર) ટેકનીકલ ઇન્વેસ્ટીગેશન

(૩) આસપાસના શંહેરો તથા ગામોમાં મળી આવેલ બાળકના ફોટા સાથે પોલીસ દ્વારા ડોર ટુ ડોરઆઇડેન્ટીફીકેશન માટે કવાયત

(૪) જે વાહનમાં બાળકને લાવવામાં આવેલ તેનુ આઇડેફીકેશન તથા શોધખોળ

(૫) ઇલેકટ્રોનીક તથા પ્રીન્ટ મીડીયા અને સોશીયલ મીડીયાના માધ્યામથી બાળકની ઓળખ માટે બહોળોપ્રચાર પ્રસાર કરવામાં આવ્યો

આ બધા પ્રયત્નોથી એક સેન્ટ્રો ગાડી નં જી.જે.૦૧ કે,એલ. ૭૩૬૩ નો શંકાસ્પદ મળી આવેલ,જે ગાડીના રજીસ્‍ટેશન નંબર પરથી વાહન ધારકના નામ સરનામુ અને મોબાઇલ નંબર મળવી ચકાસતાં ગાડીના માલીક જેનુ નામ સચિનકુમાર નંદકિશોર દિક્ષિત હોવાની જાણ થયેલ. જેઓ આજે વહેલી સાવરેથીજગાંધીનગર છોડી રાજસ્થાન તરફ નીકળી ગયેલ તથા તેઓનુ ઘર ડી -૩૫ ગ્રીન સીટી સેકટર -ર૬ ગાંધીનગરબંધ હાલતમાં હતુ. સચિન દિક્ષિતનાઓ વડોદરાથી તા.૦૮/૧૦/૨૦૨૧ ના રોજ સાંજે ગાંધીનગર આવેલ બનાવ સમયે તેઓનો મોબાઇલ નંબર બંધ રાખેલ હતો. તેઓની ગાડી ઘર આગળથી મળી આવતાં તેમના ઘરંની જડતી તપાસ કરી ગાડીની ચાવી ઘરમાંથી મળી આવતાં કબજે કરેલ છે.

બાળકનુ નામ “શિવાંશ” છે જેની ઉમર આઠથી દસ માસ છે. તેના જેનુ રહેણાંકનુ સમનામુ ડી. -૩૫ ગ્રીન સીટી, સેકટર -૨૬ ગાંધીનગર છે. સચિન આ મકાનમાં છેલ્લા દસ વર્ષથી રહે છે. તેઓનુ મુળવતન ઉત્તરપ્રદેશ ખાતે છે. અને હાલમાં તેઓ વડોદરા ખાતેની ઓજોન કંપનીમાં નોકરી કરે છે. અને પત્ની તથા પરીવાર સાથે રહે છે.

પ્રાથમિક દ્રષ્ટ્રિએ તપાસ કરતાં આડોસી પાડોસી દ્વારા તેવી માહિતી મળેલ છે કે આ બાળક સચિનના પત્નીનુ બાળક નથી જેથી આ બાળકની ઓળખ હાલ શંકાસ્પદ છે. સચિન મળી આવ્યેથી આ બાબતેપુછ પરછ કરી તપાસ કરી માહિતી મળી શકે તેમ છે. સચિન તા.૮/૧૦/૨૦૨૧ ના રોજ રાત્રીના નવેક વાગે બાળકને લઇને પેથાપુર સ્થિત સ્વામિનારાયણ ગૌશાળા જે જગ્યાએથી સચિન અગાઉથી માહિતગાર હતો ત્યાં ત્યજી દીધેલ. સચિન દિક્ષિતને ગાંધીનગર પરત લાવવા માટે ગાંધીનગર પોલીસની ટીમ દ્વારા પ્રયત્ન ચાલુ છે.

બાળક મળી આવ્યા બાદ અત્યાર સુધીમાં છેલ્લા ૨૦ કલાક  ગુહ રાજયમંત્રી, તથા આઇ.જી.પી.ગાંધીનગર રેન્જના સતત માર્ગ દર્શન હેઠળ ગાંધીનગર પોલીસની ઘણી ટીમો જીલ્લાના તમામ અધિકારીઓસહિત આ બાકળની ઓળખ કરવા સારૂ તેમજ ત્યજી દેનાર વ્યકિની ભાળ મેળવવા સારૂ સતત પરીણામલક્ષીકામગીરી કરી ઉદાહરણ રૂપ. કામગીરી કરેલ છે. આ બાબતે ગાંધીનગર પોલીસ ઇલેકટ્રોનીક તથા પ્રીન્ટ મીડીયા અને સોશીયલ મીડીયાના તથા પ્રેસનો આભાર વ્યકત કરે છે. તમારા પ્રયત્નો દ્વારા આ બાળકનો ફોટો તથાઅન્ય વિગત ખુબ ઓછા સમયમાં પ્રસારણ કરી આ બાળકની ઓળખ છતી કરવામાં ગાંધીનગર પોલીસનેઆપખુબ મદદરૂપ થયેલ છો. ગાંધીનગર પોલીસ પેથાપુર ગામના નગરજનો, તથા ગાંધીનગર સીવીલહોસ્પિટલના ડોકટર તથા નસીંગ સ્ટાફ દ્વારા બાળકને સચાવવામાં તથા તેની સારસંભાર લેવા માટે આભાર વ્યકત કરે છે.

(9:54 pm IST)