Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

વલસાડમાં 2 કલાકમાં 1.6 ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

ઠેર-ઠેર પાણી ભરાયા;તિથલ રોડ,કલેકટર કચેરી રોડ પાણીમગ્ન બન્યા

અમદાવાદ :  ગુજરાતમાં રહી રહીને વરસાદ પડી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી. વલસાડ તાલુકામાં 2 કલાકમાં 1.6 ઇંચ વરસાદ ખાબકી જતાં ઠેર-ઠેર પાણી ભરાયા ગયા હતા. તિથલ રોડ,કલેકટર કચેરી રોડ પાણીમગ્ન બન્યા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા જ્યારે ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

(10:47 pm IST)