Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

૧૦ ઉમેદવારોએ ૧ લાખથી વધુ મતની લીડ મેળવી

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત

નવી દિલ્‍હી,તા.૯: ગુજરાતમાં ૨૭ વર્ષના સતત શાસન બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ જીત નોંધાવવા જઈ રહી છે. ૨૦૦૨ની ચૂંટણીમાં ભાજપને ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ ૧૨૭ બેઠકો મળી હતી અને ૨૦૧૭ની છેલ્લી ચૂંટણીમાં પાર્ટીના ધારાસભ્‍યોની સંખ્‍યા ત્રણ આંકડાને સ્‍પર્શી શકી નહોતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૯૯ બેઠકો જીતીને ભાજપનું તે સૌથી ખરાબ પ્રદર્શન હતું. પરંતુ રસપ્રદ વાત એ છે કે ૨૦૨૨ની ચૂંટણીમાં ૧૫૦ના આંકડાને પાર કરી ગઈ છે. આંકડા પર નજર કરીએ તો ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને જ સૌથી વધુ ૧૯૨૨૬૩ મતની લીડથી મળ્‍યા છે.

મળતી માહિતી અનુસાર ૧ લાખથી વધુ મતની લીડથી જીત મેળવનારા નેતાઓમાં ભૂપેન્‍દ્રભાઇ પટેલ (ઘાટલોડિયા- ૧૯૨૨૬૩), સંદિપ દેસાઈ (ચોર્યાસી- ૧૮૧૮૪૬), હર્ષ સંઘવી (મજૂરા- ૧૧૬૬૭૫), મુકેશ પટેલ (ઓલપાડ- ૧૧૫૧૩૬), ડો દર્શિતાબેન શાહ (રાજકોટ પશ્ચિમ- ૧૦૫૯૧૫), ફતેસિંહ ચૌહાણ (કાલોલ- ૧૦૫૪૧૦), અમિતભાઇ શાહ (એલિસબ્રિજ- ૧૦૪૪૯૬), પૂર્ણેશ મોદી (સુરત પૂર્વ- ૧૦૪૩૧૨), ભરત પટેલ (વલસાડ- ૧૦૩૭૭૬), યોગેશ પટેલ (માંજલપુર ૧૦૦૭૫૪)નો સમાવેશ થાય છે.

(10:48 am IST)