Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ હાર્દિક પટેલે વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠાના મંદિરોમાં દર્શન કરી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો

હવે બનશે સર્વશ્રેષ્ઠ વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા : હાર્દિક પટેલ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાર્દિક ભરતભાઈ પટેલે ૫૧૭૦૭ મતથી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠાના જનતા જનાર્દનના મતરૂપી આશીર્વાદથી વિજય મેળવ્યા બાદ હાર્દિક પટેલ વિવિધ મંદિરોમાં જઈને દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા અને કાર્યકર્તા મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. હાર્દિક પટેલના વિજય બાદ વિરમગામ વિધાનસભા વિસ્તારમાં વિકાસના કાર્યો વધુ વેગવંતા બનશે તેવો લોકોમાં વિશ્વાસ જોવા મળી રહ્યો છે.

       વિરમગામ વિધાનસભા બેઠક પર વિજેતા જાહેર થયા બાદ હાર્દિક પટેલ જણાવ્યું હતું કે, હવે બનશે સર્વશ્રેષ્ઠ વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા. વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠાની જનતાએ ૨૮ વર્ષના યુવાનને વિધાનસભાની ચૂંટણીમાં ૫૧૭૦૭ મતે ઐતિહાસિક જીત અપાવી તે બાદ વિરમગામ સ્થિત પંચમુખી હનુમાન મંદિરના દર્શન, કડવાસણ ઝાડીની જગ્યાએ પાંચ જીવંત સમાધિના દર્શન, દેત્રોજમાં રૂદાતલ ગામ ખાતે સુપ્રસિદ્ધ ગણેશ મંદિરના દર્શન, ગીતાપુર ગામ ખાતે દેવપુરી બાપુની જગ્યાના દર્શન અને કમીજલા ખાતે ભાણ સાહેબની જગ્યાના દર્શન કરીને કાર્યકર્તા મિત્રોનો આભાર વ્યકત કર્યો હતો.

(11:46 am IST)