Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ગાંધીબાપુના વેષમાં એક શખ્‍સ પહોંચ્‍યો ભાજપના કાર્યાલયેઃ સાથે લાવ્‍યો નરેન્‍દ્રભાઇનો ફોટો

ભાજપની જીત પછી

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપાની મોટી જીત થઇ છે. ૧૮૨ બેઠકોવાળી ગુજરાત વિધાનસભામાં ભાજપાના ૧૫૬ ઉમેદવારો જીતી ગયા છે. ભાજપાની જીત પર તેમના નેતાઓ અને કાર્યકરો ઉજવણી કરતા દેખાય છે ત્‍યારે સોશ્‍યલ મીડીયા પર એક તસ્‍વીર સામે આવી છે જેમાં ગાંધીજીની વેશભુષામાં એક શખ્‍સ વડાપ્રધાન મોદીની તસ્‍વીર સાથે જોવા મળે છે.ગાંધીજીની વેશભૂષામાં ગાંધીનગરના ભાજપા કાર્યાલયે પહોંચેલ શખ્‍સ લોકોના આકર્ષણનું કેન્‍દ્ર બની ગયો. આ દરમ્‍યાન તેણે મીડીયા સાથે વાતચીત પણ કરી હતી. તેણે ભાજપાની જીત પર ખુશી વ્‍યકત કરતા કહયું ગુજરાતની આ જીત દેશ વાસીઓની જીત છે. દેશના લોકોને વડાપ્રધાન મોદી પર બહુ વિશ્વાસ છે. આ ઉપરાંત તેણે જણાવ્‍યુ કે તે વડાપ્રધાન મોદીથી પ્રભાવિત થઇને શાંતિ અને વિશ્વાસ માટે આખા દેશમાં ભ્રમણ કરે છે.

(3:33 pm IST)