Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

કોશિશ ગ્રુપ દ્વારા પહેચાન ડાન્‍સ ગ્રુપે ધ કપિલ શર્માના શોમાં ડાન્‍સ પર્ફોમન્‍સ આપ્‍યું

(કેતન ખત્રી), અમદાવાદઃ કોશિશ ગ્રુપ દ્વારા પહેચાન ડાન્‍સ ગ્રુપને ધ કપિલ શર્માના શોમાં ડાન્‍સ પર્ફોમન્‍સ માટે આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં કાજોલ અને આ ફિલ્‍મના અન્‍ય કલાકારો ઉપસ્‍થિત હતા. હેન્‍ડીકેપ ભાઈઓ અને બહેનો તથા પાર્સલ્‍ય બ્‍લાઇન્‍ડ કલાકારોએ કપિલ શર્માના શોમાં પર્ફોમન્‍સ કર્યુ હતું.પહેચાન ગ્રુપ જોડે કપિલ શર્માએ શો દરમિયાન વાતચીત કરી અને સેલ્‍ફી લઈને સૌને ખૂબ જ પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ  ડાન્‍સ ગ્રુપમાં મોટાભાગના પાર્સલ્‍ય બ્‍લાઈન્‍ડ લોકો જોડાયેલા છે કે જેઓ વર્ષોથી ડાન્‍સ પ્રેકિટ્‍સ કરે છે અને સૌને મંત્રમુગ્‍ધ કરી દે તેવું પર્ફોમન્‍સ આપતા હોય છે.ધ કપિલ શર્માના શો દરમિયાન આકાશ સોલંકી, જાગીર ઘાંચી,ચિરાગ ડાભી, પ્રથા, શ્‍યામ, માનવ સહુ અંજલી આ છ કલાકારો ડાન્‍સ પર્ફોમન્‍સ કર્યું હતું.

(4:01 pm IST)