Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

સંયુકત સાહસ પ્‍લાન્‍ટ માટે જમીન સંપાદન કામગીરી પૂર્ણ કરી

સિયામ સિમેન્‍ટ બિગબ્‍લોક કન્‍સ્‍ટ્રકશન ટેકનોલોજીસે

(કેતન ખત્રી), અમદાવાદઃ એરેટેડ ઓટોકલેવ્‍ડ કોન્‍ક્રીટ બ્‍લોક્‍સ, બ્રિક્‍સ અને પેનલ્‍સના ઉત્‍પાદનમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક બિગબ્‍લોક કન્‍સ્‍ટ્રક્‍શન લિમિટેડે સિયામ સિમેન્‍ટ ગ્રુપ સાથે તેના સંયુક્‍ત સાહસ માટે જમીન સંપાદન કામગીરી સંપન્ન કરી છે. કંપનીએ એએલસી પેનલ્‍સ અને એએસી બ્‍લોક્‍સ માટે વાર્ષિક ત્રણ લાખ સીબીએમનો પ્‍લાન્‍ટ સ્‍થાપવા માટે ગુજરાતમાં અમદાવાદ નજીકના ખેડા જિલ્લાના કપડવંજ ખાતે જમીન હસ્‍તગત કરી છે.  પ્‍લાન્‍ટ કેલેન્‍ડર વર્ષ ૨૦૨૩માં વ્‍યાપારી ઉત્‍પાદન શરૂ કરે તેવી ધારણા છે. એસસીજી અને બિગ બ્‍લોક વચ્‍ચેના સંયુક્‍ત સાહસે સિયામ સિમેન્‍ટ જૂથ તરફથી ભારતમાં પ્રથમ એફડીઆઈ માટે ગુજરાતની પસંદગી કરી છે.એસસીજી ઇન્‍ટરનેશનલ કોર્પોરેશન, જે એક પ્રતિષ્‍ઠિત ઇન્‍ટરનેશનલ સપ્‍લાય ચેઇન કંપની છે (૨૦ દેશોમાં હાજરી સાથે) અને ૨૭ બિલિયન અમેરિકી ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા આસિયાનના અગ્રણી બિઝનેસ ગ્રુપ એસસીજી ગ્રૂપનો ભાગ છે તે સંયુક્‍ત સાહસમાં ૪૮ ટકા હિસ્‍સો ધરાવે છે અને બિગબ્‍લોક કન્‍સ્‍ટ્રક્‍શન લિમિટેડ તેમાં ૫૨ટકા હિસ્‍સો ધરાવે છે. પ્રોજેક્‍ટમાં કુલ રૂ. ૬૫ કરોડના રોકાણનો અંદાજ છે. ભારતમાં એસસીજી દ્વારા રચવામાં આવેલ આ પ્રથમ સંયુક્‍ત સાહસ છે. તેમ  બિગબ્‍લોક કન્‍સ્‍ટ્રક્‍શન લિમિટેડના મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી નરેશ સાબૂએ જણાવ્‍યું હતું.

(4:04 pm IST)