Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

આગાહીકારો ગાયબ : ચુંટણી પરિણામો માટે વિજ્ઞાન જાથાનો પડકાર કોઇએ ન ઝિલ્‍યો

રાજકોટ તા. ૯ : ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામો પુર્વે સચોટ આગાહી કરવા વિજ્ઞાન જાથા દ્વારા પડકાર ફેંકવામાં આવેલ અને એ માટે રૂ. ૨૫ લાખનું ઇનામ પણ રાખવામાં આવ્‍યુ હતુ.

આગાહીની ચેલેન્‍જ તા. ૭ મી ની રાત્રીના ૧૨ કલાક સુધી પડકાર ઉપાડવા જાહેરાત કરાઇ હતી. પરંતુ ભારતભરમાંથી એકપણ આગાહીકારે સચોટ આગાહીનો પડકારી ઉપાડયો ન હોવાનું વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન જયંતભાઇ પંડયાની યાદીમાં જણાવાયુ છે. કુંડળી, ફળકથનો, નિવારણ વિધિઓ, ક્રિયાકાંડો, વાસ્‍તુ, ફેંગશુઇ, જયોતિષ જેવી બાબતોથી લોકોએ દુર રહેવા અને અંધશ્રધ્‍ધામાં નહીં અટકાવા તેઓએ અંતમાં અપીલ કરી છે.

(5:36 pm IST)