Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

વિરમગામ બેઠક પર જીત બાદ ભાજપના હાર્દિક પટેલ અંબાજી મંદિરે દર્શને પહોંચ્યા

અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ હાર્દિક પટેલે કહ્યું -મા પાસે માંગવાનું ના હોય આશીર્વાદ લેવાના હોય. માંગેલુ એક વાર મળે જ્યારે આશીર્વાદ આજીવન રહે

અમદાવાદ :  ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. ભાજપે સતત સાતમી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે.  જેમા વિરમગામ બેઠક પર જીત બાદ ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલ બનાસકાંઠા અંબાજી મંદિરે દર્શને પહોંચ્યા છે

 અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ હાર્દિક પટેલે જણાવ્યુ કે મા પાસે માંગવાનું ના હોય આશીર્વાદ લેવાના હોય. માંગેલુ એક વાર મળે જ્યારે આશીર્વાદ આજીવન રહે છે.આ સાથે તેમને પોતાની રાજકીય ભૂમિકા વિશે પણ જણાવ્યું છે

(8:22 pm IST)