Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

હવે હવામાનમાં આવશે પલટો : ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા:તાપમાનમાં નોંધાશે ઘટાડો

હવામાન વિભાગ (IMD) દ્વારા નવસારી, તાપી. ડાંગમાં તેમજ વલસાડમાં વરસાદની આગાહી :અમદાવાદના તાપમાનમાં 14 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે

અમદાવાદ : બંગાળની ખાડીમાં  સર્જાયેલા ચક્રવાતી તોફાન મૈંડુસની શકયતાને પગલે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. આ ચક્રવાતી તોફાનને કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની અપેક્ષા છે. બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર 6 ડિસેમ્બરે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું. બુધવારે તે ચેન્નાઈથી લગભગ 750 કિમી દૂર સ્થિત હતું. આ વાવાઝોડાને  પગલે ગુજરાતના હવામાનમાં પણ મોટો ફેરફાર આવી શકે  છે.

 હવામાન વિભાગના  ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આ વાવાઝોડાને પગલે  ગુજરાતમાં આગામી 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત તથા દક્ષિણ  ગુજરાતમાં  વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા નવસારી,તાપી. ડાંગમાં તેમજ વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદના તાપમાનમાં 14 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે  છે

(8:35 pm IST)