Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

સુરતની MTB કોલેજમાં ABVPએ આચાર્યની ઓફિસમાં  ઘૂસીને કચરો ઠાલવી સુત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો

 વિરોધનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ:કચરા અંગે અનેક ફરિયાદો કરવા છતાં કોઈ નિકાલ ના આવતા વિરોધ પ્રદર્શન કરાયું 

સુરતની MTB કોલેજમાં ABVPએ આચાર્યની ઓફિસમાં ઘૂસીને કચરો ઠાલવી નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો હતો. વિરોધનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, કચરા અંગે અનેક ફરિયાદો કરવા છતાં કોઈ નિકાલ ના આવતા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું

મળતી માહિતી મુજબ, સુરતના MTB કોલેજ પ્રસાશન NSS અને NCCની ઓફિસ પાસે જ કચરો ડમ્પ કરતું હતું. કચરાની અસહ્ય દુર્ગંધનાં કારણે વિદ્યાર્થીઓ પરેશાન હતા. આ મામલે અનેક ફરિયાદો કરવામાં આવી હતી. આમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી. જેને લઈને આખરે ABVPએ અનોખી રીતે વિરોધ નોધાવ્યો છે.

ABVP દ્વારા આચાર્યની ઓફિસમાં જઈને કચરો ઠાલવવામાં આવ્યો હતો. એટલું જ નહી ખુરશી અને ટેબલ પર પણ કચરો ઠાલવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અહી નારેબાજી પણ કરવામાં આવી હતી. વિરોધનો આ વીડિયો પણ સામે આવ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. રોષે ભરાયેલા ABVPના લોકોએ કોલેજના આચાર્યની ઓફિસમાં જ નારેબાજી પણ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ કોલેજના આચાર્યને હવે પછી કચરો ડમ્પ ન કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી દીધી

(10:50 pm IST)