Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રાજપીપળા સિંધીવાડમાં ખાડો ખોદી માટલામાં દાટેલા અંગ્રેજી દારૂ ઝડપી પાડતી રાજપીપળા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના સિંધીવાડ વિસ્તાર માંથી પોલીસે અંગ્રેજી દારૂની બોટલો ઝડપી ગુનો દાખલ કર્યો છે
 પ્રાપ્ય માહિતી અનુસાર આકાશભાઇ અશોકભાઇ વસાવા(રહે. સિંધીવાડ, રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા)નાઓએ પોતાના ઘરના આંગણામાં જમીનમા ખાડો ખોદી તેમા માટીનું માટલુ દાટેલ હોય જેમા ગે.કા. ભારતીય બનાવટના કુલ હોલ નંગ ૦૫ કિ.રૂ.૧૫૦૦ નો વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવી ગુનો કરતા પોલીસે દારૂનો મુદ્દામાલ જપ્ત કરી આકાશ વસાવા ને પકડવા તજવીજ હાથ ધરી છે.

(10:35 pm IST)