Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલ માં અર્બન હેલ્થ સેન્ટર  દ્વારા ટુંક સમયમાં પ્રાથમિક સારવાર ની સુવિધા ઊભી કરાશે

 નવી સિવિલ હોસ્પિટલ ગામના છેવાડે હોવાથી મધ્યમ ગરીબ દર્દીઓને મામૂલી તપાસ માટે ખર્ચવું પડતું રિક્ષા ભાડું બચશે :હાલ જૂની સિવિલમાં પ્રાથમિક સુવિધા શરૂ થયા બાદ આગળ વધુ સુવિધા માટે પણ આયોજન કરાયું છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાની એક માત્ર વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ વડીયા પેલેસ તરફ ગામના છેવાડે ખસેડાતા સ્થાનિક દર્દીઓને મામૂલી સારવાર માટે પણ ગામ બહાર લાંબા થવું પડતું હોય જેમાં આવવા જવા માં લગભગ ૧૦૦ રૂપિયા રિક્ષા ભાડું બગડતા ગરીબ દર્દીઓ ને આર્થિક બોજ વધતો હોવાથી રાજપીપળા માં કોઈ સુવિધા મળે તેવી આશા રાખી રહ્યા હતા ત્યારે હાલમાં જૂની સિવિલ હોસ્પિટલની ખાલી પડેલી જગ્યાની ઉપયોગ થાય અને દર્દીઓને સગવડ પડે તે માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી એ લોકહિત માટે જૂની સિવિલ માં પ્રાથમિક સુવિધા ઊભી કરવા બીડું ઝડપ્યું છે અને હાલમાં ત્યાં જરૂરી કામગીરી પણ હાથ ધરી છે માટે ટુંક સમયમાં જુની સિવિલ માં સ્થાનિક દર્દીઓ ને શરદી ખસી તાવ બ્લડ પ્રેશર સહિતની પ્રાથમિક તપાસ અને સારવાર ઉપલબ્ધ થશે તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ વસવા એ જણાવ્યું હતું.સાથે સાથે આવનારા સમય માં સ્પેશિયાલિસ્ટ ડોકટરો અને અન્ય વધુ સુવિધા પણ શરૂ થાય તે માટે ના પ્રયાસો થઈ રહ્યા હોવાનું પણ ડો.અનિલ વસાવા એ જણાવ્યું છે.

(10:39 pm IST)