Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ઇમરાન ખેડાવાલા પહોંચ્યા ગ્યાસુદ્દીન શેખની ઓફિસે:એકબીજાની સામે ભાવુક થયા

 બંને નેતઓ એક બીજાએ ગળે મળીને ભેટ્યા :ઇમરાન ખેડાવાલાએ ગ્યાસુદ્દીન શેખને હાર મળ્યા બાદ હિંમત આપી:ગ્યાસુદ્દીન શેખે ઇમરાન ખેડાવાલાને જીત બદલ શુભેચ્છા પાઠવી

અમદાવાદ શહેરની દરિયાપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ પણ ચૂંટણી હારી ગયા હતા. આથી કોંગ્રેસના જમાલપુર ખાડિયા બેઠકના વિજેતા ઉમેદવાર ઇમરાન ખેડાવાલા ગ્યાસુદ્દીન શેખની ઓફિસે મળવા પહોંચ્યા હતા. કે જ્યાં બંને નેતાઓ એકબીજાની સામે ભાવુક થયા હતા. હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ગ્યાસુદ્દીન શેખની ઓફીસ પર ઇમરાન ખેડાવાલા પહોંચ્યા હતા. જ્યાં બંને નેતઓ એક બીજાએ ગળે મળીને ભેટ્યા હતા. ઇમરાન ખેડાવાલાએ ગ્યાસુદ્દીન શેખને હાર મળ્યા બાદ હિંમત આપી હતી. જ્યારે ગ્યાસુદ્દીન શેખે ઇમરાન ખેડાવાલાને જીત બદલ શુભેચ્છા પાઠવી હતી. બંને નેતાઓની આ મુલાકાતનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.જેમાં જોઇ શકાય છે કે બન્ને નેતાઓ એકબીજાને સાંતવના આપી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલે જાહેર થયેલા પરિણામથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સર્જાયો હતો. જો કે ખુશીનો માહોલ વધારે છવાયો હતો. કારણે ભાજપે 156 બેઠક પર વિજય મેળવ્યો છે જ્યારે કોંગ્રેસ 17 બેઠક પર વિજય મેળવ્યો છે જ્યારે આમ આદમી પાર્ટીના ભાગે 5 બેઠક આવી છે.

(11:10 pm IST)