Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ગુજરાતની પ્રચંડ જીતથી રાજ્યસભામાં ભાજપને થશે ફાયદો :2026 સુધી ગુજરાતના તમામ 11 રાજ્યસભા સભ્ય પાર્ટીના હશે: ભાજપ પ્રથમ વખત રેકોર્ડ બનાવશે

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપે પ્રચંડ જીત મેળવી છે ગુજરાતની આ મોટી જીતથી રાજ્યસભામાં પાર્ટીને ફાયદો થશે. ભાજપ પ્રથમ વખત રેકોર્ડ બનાવશે જ્યારે 2026 સુધી ગુજરાતના તમામ 11 રાજ્યસભા સભ્ય પાર્ટીના હશે. ગુજરાતમાં રાજ્યસભામાં ભાજપના 8 અને કોંગ્રેસના 3 સભ્ય છે. આવતા વર્ષે ઓગસ્ટમાં રાજ્યસભામાં ખાલી થઇ રહેલી ત્રણ બેઠક પર ભાજપ પોતાના સભ્ય બનાવશે.

ભાજપ એપ્રિલ, 2024માં યોજાનારી ચૂંટણીમાં ચારમાંથી બે વધારાની બેઠક મેળવશે અને જૂન 2026માં યોજાનારી ચૂંટણીમાં અન્ય ચાર બેઠકમાંથી એક અન્ય બેઠક મેળવશે, જેનાથી રાજ્યમાં તેની કુલ સંખ્યા 11 થઇ જશે. મોટા રાજ્યમાં આ રીતની સિદ્ધિ ઘણી ઓછી જોવા મળે છે. ખાસ કરીને ત્યારે જ્યારે એક રાજ્યમાં એકથી વધુ બેઠક પર ચૂંટણી યોજાઇ રહી હોય.

બીજી તરફ હિમાચલમાં કોંગ્રેસને જેટલી બેઠક મળી છે તેના હિસાબથી પાર્ટી આવતા સંસદીય ચૂંટમી પહેલા એપ્રિલ 2024માં રાજ્યસભાની ત્રણમાંથી એક બેઠક અને બે વર્ષ પછી બીજી બેઠક મળી જશે. રાજ્યસભામાં હિમાચલ પ્રદેશના તમામ ત્રણ સભ્ય ભાજપના છે. જેમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ છે, જે એપ્રિલ 2024માં રિટાયર થશે. રાજ્યની ત્રીજી બેઠકનું ભાગ્ય માત્ર આવતી વિધાનસભા દ્વારા નક્કી કરવામાં આવશે કારણ કે 2028માં ત્યા બેઠક ખાલી થશે.

રાજ્યસભાની સંરચના આવતા વર્ષે પ્રભાવી રીતે નહી બદલાય જ્યારે સભ્યોના રિટાયર થવાને કારણે માત્ર 10 બેઠક ખાલી થઇ જશે પરંતુ એપ્રિલ, 2024માં લોકસભા ચૂંટણીની આસપાસ તેમાં મોટુ પરિવર્તન થશે, ત્યારે રાજ્યસભાની 56 બેઠકો માટે મતદાન થશે. રાજ્યસભામાં 239 સભ્ય છે, કારણ કે 245 બેઠકમાંથી સદનમાં છ બેઠક ખાલી છે. જેમાંથી જમ્મુ કાશ્મીરમાંથી ચાર અને બે નોમિનેટ છે. સદનમાં ભાજપ 92 સાંસદો સાથે સૌથી મોટી પાર્ટી છે, તે બાદ કોંગ્રેસના 31, TMCના 13, DMK અને AAPના 10-10 સાંસદ છે.

જો એક રાજ્યસભા સાંસદ ધરાવતા રાજ્યોને છોડી દેવામાં આવે તો પણ વર્તમાનમાં હિમાચલ, દિલ્હી, પંજાબ, તેલંગાણા અને ઉત્તરાખંડ એવા પાંચ રાજ્ય છે જ્યા એક પાર્ટી પાસે રાજ્યસભાની તમામ બેઠક છે.

(11:30 pm IST)