Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ઊંચા વ્યાજે નાણાં આપનાર સામે સુરત પોલીસે સકંજો કસ્યો :જમીનો અને મકાનો લખાવી લેતા વ્યાજખોરને ઝડપી લીધો

ક્રાઇમબ્રાંચની ટીમે દિલીપ બોઘરાની ઓફીસ પરથી વ્યાજે લીધેલ રકમ કરતા ડબલ રકમના લખાવી લીધેલ કુલ રૂ!.૪,૮૦,૦૦૦-ની મત્તાના ચેકો તેમજ કોરા ચેકો નંગ-૨૪ , કોરી પ્રોમેસરી નોટ કુલ-૩૬ ,તેમજ ત્રણ ડાયરી અને ખોટી રીતે ઉઘરાવેલ વ્યાજના રોકડા રૂ!.૨,૩૩,૧૪૦ ની મત્તા કબ્જે કરી

સુરત :લોકોની મજબૂરીનો લાભ લઈ ઊંચા વ્યાજે નાણાં આપનાર સામે સુરત પોલીસે સકંજો કસ્યો છે. અને તે અંતર્ગત કતારગામ વિસ્તારમાં મહિને 12 થી 18 ટકા વ્યાજ વસૂલી લોકો પાસેથી જમીનો અને મકાનો લખાવી લેતા વ્યાજખોરને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. જેની પાસેથી પોલીસે 4 લાખ 80, હજાર ની કિંમતના 24 ચેક,2 લાખ 33 હજારની રોકડ કબજે કરી તેની ઘરપકડ કરી છે

ક્રાઇમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે “કતારગામ, દરવાજા, મહાવીર કોમ્પલેક્ષ, દુકાન નંબર-૧૦ માં ફાયનાન્સની ઓફીસ ધરાવતો દિલીપ બોદરા નાણા ધિરધારનું લાયસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરે છે અને ધિરધાર લાયસન્સની આડમાં તે મજબુર જરૂરીયાત મંદ પાસેથી ખુબ જ ઉંચુ વ્યાજ વસૂલ છે. તે જરૂરીયાત મંદને નાણા આપતા પહેલા લીધેલ રકમનો ડબલ નાણાનો ચેક સાથે કોરા ચેકો મેળવી લઇ અને કોરી પ્રોમેસરી નોટ ઉપર જરૂરીયાત મંદની સહી અને અંગુઠાનુ નિશાન મેળવી જરૂરીયાત મંદ થી રૂપિયા આપવામાં ચુક થાય અગર વિલંબ કરે તો કોર્ટમાં ખોટા કેસો કરી જરૂરીયાત મંદને પરેશાન કરતો આવ્યો છે.

 આ બાતમી ને આધાર ક્રાઇમબ્રાંચની ટીમે દિલીપ બોઘરાની ઓફીસ પર રેડ કરી વ્યાજે લીધેલ રકમ કરતા ડબલ રકમના લખાવી લીધેલ કુલ રૂ!.૪,૮૦,૦૦૦-ની મત્તાના ચેકો તેમજ કોરા ચેકો નંગ-૨૪ , કોરી પ્રોમેસરી નોટ કુલ-૩૬ ,તેમજ ત્રણ ડાયરી અને ખોટી રીતે ઉઘરાવેલ વ્યાજના રોકડા રૂ!.૨,૩૩,૧૪૦/- ની મત્તા કબ્જે લઇ આરોપી વિરૂધ્ધ ગુજરાત નાણા ધીરધાર કરનારા બાબત અધિનીયમની જુદી જુદી કલમો મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી ઉંડાણ પૂર્વક તપાસ હાથ ઘરી છે.

આરોપીની પુછપરછમાં તે પોતે નાણા ધીરધારનું લાયસન્સ ધરાવે છે અને લોકોને નાણા વ્યાજે આપવાનો ધંધો કરે છે અને જે લોકો વ્યાજે નાણા લઇ જાય તેઓની પાસે સીક્યુરીટી પેટે કોરી પ્રોમેસરી નોટ અને ચેકો મેળવી લે છે અને જે વ્યાજે નાણા લેનાર જરૂરીયાત મંદ રૂપિયા આપવામાં ચુક કરે અગર વ્યાજે લીધેલ નાણા પરત ન આપી શકે તો આ કોરી પ્રોમેસરી નોટ ઉપર પોતે જાતેથી જરૂરીયાત મંદએ લીધેલ રકમ કરતા વધુ રકમની પ્રોમેસરી નોટ લખી લઇ તેમજ લીધેલ કોરા ચેકોમાં પણ ડબલ રકમ લખી તે બાદ જરૂરીયાત મંદ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ રીતેના ચેકો અને જરૂરીયાત મંદના આધાર પુરાવા અને કોરી પ્રોમેસરી નોટ લખાવી લીધેલ હોવાની કબુલાત કરેલ છે.

(12:20 am IST)