Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

નર્મદા જિલ્લામાં 8 જાન્યુઆરી સુધીમાં 15 થી 18 વર્ષના 23,061 યુવાઓને વેકસીનેસન કરાયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે કોરોનાને અટકાયતના ભાગરૂપે ૧૫ થી ૧૮ વર્ષની વયજુથના યુવાઓનું વેકસીનેશન થઇ રહયું છે. બીજી તરફ આ સંક્રમણ અટકાવવા અને કોરોનાથી સુરક્ષિત રહેવા તા.૧૦ મી જાન્યુઆરી, ૨૦૨૨ થી હેલ્થકેર વર્કરો અને ફ્રન્ટલાઇન વર્કરો સાથે ૬૦ પ્લસ કોમોર્બિડિટી ઘરાવતા વયસ્કોને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાનું આયોજન જિલ્લા આરોગ્ય તંત્ર ધ્વારા કરાયું છે.

કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા અને ત્રીજી લહેરના સંક્રમણને રોકાવા હવે પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાની તૈયારી હાથ ઘરવામાં આવી રહી છે. જિલ્લામાં આરોગ્ય વિભાગના ૪૭૦૬ હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કરો ૧૩૦૭૩ તથા ૬૦ વર્ષથી વઘુ ઉમરની વયસ્કો ૭૦૮૫ર ને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ડોઝ લેવાથી પ્રથમ તબકકામાં પાત્રતા ઘરાવતા આ વયકૃતિઓના શરીરમાં કોરાના વિરોઘી એન્ટીબોડીઝનું સ્તર ઉંચુ આવશે અને કોરોનાના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થશે.
હાલમાં ૧૫ થી ૧૮ વયજુથના યુવાઓનું કોવિડ-૧૯ વેકસીનેશન તા.૦૩ જી જાન્યુઆરી, ૨૦૨૨ થી નર્મદા જિલ્લામાં શરૂ કરવામાં આવેલ જેમાં કુલ ૩૪,૬૨૨ યુવાઓ સામે તા.૮/૧/૨૦૨૨ સુઘી ૨૩૦૬૧ યુવાઓને વેકસીનેશન આ૫વામાં આવેલ છે, જ્યારે બાકી રહેલાં યુવાઓના વેકસીનેશનની કામગીરી હાલ ચાલુ છે, જે આગામી ટૂંક સમયમાં પૂર્ણ કરાશે.

(10:24 pm IST)