Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજપીપળા પોલીસે અકસ્માત રોકવા વાહનો પર રેડિયમ પટ્ટી મારવાની કામગીરી હાથ ધરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના મહત્વના પોઇન્ટ ઉપર વાહનોને રેડિયમ પટ્ટી મારી અકસ્માત રોકવા બાબતની કામગીરી રાજપીપળા પોલીસ દ્વારા કરવામાં આવી હતી

 ડીજીપીની સૂચના નર્મદા પોલીસ વડા માર્ગદ મુજબ આજરોજ અકસ્માત રોકવાના આશયથી રાજપીપળા ટાઉન પી.આઈ.એમ.બી.ચૌહણ અને ટાઉન પોલીસની ટિમ દ્વારા કાળા ઘોડા ,અવધૂત મંદિર સહિતના શહેરના મુખ્ય પોઇન્ટ પર ટ્રક, ટેમ્પો સહિતના વાહનોને અટકાવી રેડિયમ પટ્ટી મારવામાં આવી હતી રેડિયમ પટ્ટીના કારણે વાહન અકસ્માતની ઘટનામાં ઘટાડો થાય અને લોકોના જીવ બચે એ માટે રાજપીપળા પોલીસ દ્વારા લાલ અને પીળાં કલરની રેડિયમ પટ્ટી મારવામાં આવી હતી.

(10:28 pm IST)