Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજપીપળા ભૂગર્ભ ગટરના કામમાં લોખંડના ઢાંકણા, સળિયા વેચી મારવા બાબતે કોઈ જોનાર નથી..? કોની મિલીભગત..?

ઢાંકણા,સળિયા રાત્રી દરમિયાન ટ્રેક્ટર અને જેસીબી મારફતે ભંગારની દુકાનોમાં વેચતા હોવાની બુમ: સમગ્ર બાબતે અમે કામ કરતી એજન્સીના સુપરવાઇઝરને પૂછતાં તેમણે આ બાબતે મૌન સેવ્યું અને કંઈ પણ બોલ્યા ન હોય તો જવાબદાર નું મૌન શુ સાબિત કરે છે..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે ઘણા વર્ષો બાદ ભૂગર્ભ ગટરની કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે પરંતુ જેતે એજન્સી દ્વારા થતી આ કામગીરીમાં વેઠ ઉતરાઈ હોવાની બુમ ઉઠી છે સાથે સાથે ભગવાન ભરોસે ચાલતી આ કામગીરી માં સાંકડી ગલીઓમાં નવી ડબક બનાવતી વખતે નીકળેલા ડબકના લોખંડના ઢાંકણા,રોડ ખોદકામમાંથી નીકળેલા સળિયા રાત્રી દરમિયાન ટ્રેક્ટર અને જેસીબી મારફતે ભંગારની દુકાનોમાં વેચવાની કામગીરી બાબતે ઘણા સ્થાનિકો દ્વારા ફરિયાદો મળતા અમે ખાનગી રહે તપાસ કરતા આ બાબતના પુરાવા મળ્યા છે ત્યારે જે તે ગલી માંથી કામગીરી દરમિયાન જૂની ભૂગર્ભ ગટરની કામગીરી સમયે નંખાયેલા ડબકના વજનદાર ઢાંકણા અને રોડ ના સળિયા વેચી મારવાની પ્રવૃત્તિ થતી હોવા છતાં કોઈ જોનાર જ નથી..? રખેવાળ જ ચિભળા ગળે ની ઉક્તિ થી આ બાબત ને અંજામ અપાઈ છે..? આ સમગ્ર બાબત અમે કામ કરતી એજન્સી ના સુપરવાઇઝર ને પૂછતાં તેમણે આ બાબતે મૌન સેવ્યું હતું અને કંઈપણ બોલ્યા ન હતા તો જવાબદાર નું મૌન શુ સાબિત કરે છે..?ઘણા વિસ્તારોમાં આ કામગીરીને લઇ ઓહાપોહ થયો હોવા છતાં અને નગરપાલિકા ની હદમાથી ઢાંકણા,સળિયા વેચાઈ જતા હોવાની બાબત સૌ કોઈ જાણે છે છતાં લાગતા વળગતા અધિકારી કે કામ કરતી એજન્સી ના કર્મચારીઓ કેમ સબ સલામત ની જેમ મુક પ્રેક્ષક બની તમાશો જુએ છે..? જિલ્લા કલેકટર અને ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરે તેવી માંગ છે.

  જોકે સ્થાનિક જાગૃત રહીશો આ મુદ્દે એફઆઈઆર કરશે તેવી વાત સામે આવી છે ત્યારે હાલમાં ભુગર્ભ ગટરના કામ માટે આરટીઆઇ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

(10:24 pm IST)