Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કોરોનાની દહેશત વચ્ચે અટક પારડી ગામમાં પાર્ટી યોજાઈ

પાર્ટીમાં ગાઈડલાઈનના ધજાગરા જોવા મળ્યા : ગાઈડલાઈન ભંગ સાથે ઉજવાયેલા આ બર્થડે પાર્ટીનો વીડિયો વાઇરલ થતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી

વલસાડ, તા.૯ : કોરોનાની દહેશત વચ્ચે વલસાડ જિલ્લાના અટક પારડી ગામમાં એક બિલ્ડરની કન્સ્ટ્રકશન સાઈડ પર મોટી બર્થડે પાર્ટી યોજાતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જુજવા ગ્રામ પંચાયતના સભ્યોના બર્થ ડે નિમિતે યોજાયેલી પાર્ટીમાં  નિયમોને નેવે મૂકવામાં આવ્યા હતા. અને કોવિડ ૧૯ની ગાઈડલાઈન ભંગ સાથે ઉજવાયેલા આ બર્થડે પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. જોકે મીડિયાના માધ્યમથી મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનતા આખરે પોલીસે આ મામલે કાર્યવાહી સરું કરી હતી અને બર્થડે પાર્ટીના આયોજકો અને અન્ય જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  બનાવની વિગત મુજબ વલસાડના અટક પારડી ગામનામાં રહેતા અને વલસાડના જાણીતા બિલ્ડર બીપીન પટેલની કન્સ્ટ્રકશન સાઇટ પર જૂજવા  ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયેલા સભ્ય એવા સુનીલ પટેલના બર્થ ડે નિમિત્તે મોટા પાયે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે. અને રોજ ૧૦૦થી વધુ કેસો આવી રહ્યા છે.

 આથી તંત્ર દ્વારા લોકોને કોવિડની ગાઈડલાઈનના પાલન માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં  જાણીતા બિલ્ડર બીપીન પટેલ ની કન્સ્ટ્રકશન સાઇટ પર જૂજવા ગ્રામ પંચાયતના સભ્ય સુનીલ પટેલ ના  બર્થ ડે નિમિત્તે એક મોટી પાર્ટી યોજાઈ હતી. જેમાં ૧૦૦થી વધુ લોકો માસ્ક વિના એકઠા થયા હતા. અને નગરી સજી હૈ..  ભાઈનો છે બર્થ ડે..જેવા  સોંગ સાથે ડીજેનાતાલે લોકો ટોળે વળીને ઝૂમ્યા હતા.  પાર્ટીમાં લોકો માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના તમામ નિયમોને નેવે મૂકી પાર્ટી યોજાઈ હતી. આથી આ પાર્ટી નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. મીડિયાના માધ્યમથી મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનતા વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઇ હતી. અને આ મામલે બર્થ ડે પાર્ટી ના આયોજક અને પાર્ટી ના અન્ય જવાબદારો એવા  જૂજવા  ગ્રામ પંચાયતના સભ્ય સુનિલ પટેલ અને જે બિલ્ડરની  સાઇટ પર પાર્ટી યોજાઇ હતી.  તેવા બીપીન પટેલ સહિત અન્ય જવાબદારો  વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ નિયમોને નેવે મૂકી અને બર્થડે પાર્ટી ઉજવતા આવા મોટા માથાઓને સબક શીખવવા વલસાડ પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી .  જોકે તમામ આરોપીઓ જામીન પર છૂટી ગયા હતા. પરંતુ પોલીસે આ તમામ વિરોધ એપિડેમિક એકટ  અને જાહેરનામાં ભંગ બદલ ગુનો દાખલ કરી અને ૭ આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ધરી  તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું.

(7:49 pm IST)