Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

બહાર નીકળો તો N95 માસ્ક પહેરવું જરૂરી : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

સાદું કપડાંનું માસ્ક નહિ ચાલે : તબીબની સલાહ : જે પ્રકારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તે જોતા આગામી ૧૫ દિવસ લોકોએ સાચવવું ખૂબ જ જરૂરી છે

અમદાવાદ, તા.૯ : શહેર સહિત રાજ્યભરમાં કોરોના પોતાની પકડ વધુ મજબૂત કરી રહ્યો છે. ત્યારે વધતા કોરોના કહેરથી ડરવા કરતા સાવચેત રહેવાનો સમય આવી ગયો છે. જે પ્રકારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તે જોતા આગામી ૧૫ દિવસ લોકોએ સાચવવું ખૂબ જ જરૂરી છે. આ ૧૫ દિવસ બતાવશે કે હવે કઈ દિશામાં જવું. એટલું જ નહીં હવે લોકો બહાર નીકળે તો સાદું કપડાંનું માસ્ક પહેરવા કરતા N95 માસ્ક પહેરવું વધુ હિતાવહ બની રહેશે તેવી અપીલ સિવિલ સુપ્રિટેન્ડેન્ટએ કરી છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૬૦૦થી પણ વધુ નવા કેસ સામે આવ્યા છે અને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૨૨ હજારને પાર પહોંચી ગઇ છે. અમદાવાદમાં પણ કોરોનાના ૨૫૦૦ કેસ સામે આવ્યા છે. તે જોતાં આગામી ૧૫ દિવસ લોકોએ સાચવવું ખૂબ જ જરૂરી છે. તેવું સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી જણાવી રહ્યા છે. ૧૨૦૦ બેડમાં કુલ ૧૭ પોઝિટિવ દર્દીઓ દાખલ છે. જેમાં ૧૬ કોરોનાના અને ૧ ઓમિક્રોનનો દર્દી છે. આ દર્દીઓમાં ૧૨ સ્ટેબલ છે. ૨ પેશન્ટ બાયપેપ પર છે. તેઓએ વેકસીન નથી લીધી. ૩ પેશન્ટ ઓક્સિજન પર છે. જે રીતે કેસ વધી રહ્યા છે તેની સામે દાખલ થવાની સંખ્યા ઓછી છે.

હાલ પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે પણ ક્યારે વધશે તે કહેવું મુશ્કેલ છે. લોકોએ મેળવાળામાં જવાનું ટાળવું જોઈએ. હવે લોકો બહાર નીકળે તો સાદું કપડાંનું માસ્ક પહેરવા કરતા N95 માસ્ક પહેરવું વધુ હિતાવહ બની રહેશે તેવી અપીલ સિવિલ સુપ્રિટેન્ડેન્ટએ કરી છે. કોરોનાની ત્રીજી લહેર મામલે સિવિલ હોસ્પિટલ પુરી રીતે સજ્જ છે. સિવિલ કેમ્પસની હોસ્પિટલ મળી મેડિસિટીમાં ૨૫૦૦થી ૩ હજારબેડની વ્યવસ્થા કરાઈ છે. ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજન બેડ તરીકે કન્વર્ટ કરાયા છે. ૫૫૦ ઓક્સિજન કન્સન્ટ્રેટરની વ્યવસ્થા કરાઈ છે. બે ઓક્સિજન ટેક્ન ૨૦ હજાર લીટરની કેપેસીટી સાથેની વ્યવસ્થા કરાઈ છે. ઓક્સિજન જનરેટ ર પ્લાન્ટ સિવિલ હોસ્પિટલમાં લગાવવામાં આવ્યા છે.

દવાઓમાં બીજી લહેર કરતાં દોઢ ગણી દવાઓનો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે. કલાસ વન થી કલાસ ૩ સુધીના તમામ લોકોને ટ્રેનિગ આપી દેવાઈ છે. મહત્વનું છે કે માત્ર સિવિલ હોસ્પિટલ જ નહીં કોરોના ના વધતા કેસો સામે છસ્ઝ્ર હોસ્પિટલ પણ સજ્જ બની ચુકી છે. ૨૦ હજાર લીટર ઓક્સિજનનો જથ્થો જીફઁ હોસ્પિટલમાં જ્યારે ૧૪૦ બેડ ૈંઝ્રેં અને ૭૦૦ ઓક્સિજન બેડ ન્ય્ હોસ્પિટલમાં અને શારદાબેન હોસ્પિટલમાં ૭૦ ૈંઝ્રેં બેડ અને ૧૦૦ ઓક્સિજન બેડની તૈયારી કરાઈ છે.

(8:04 pm IST)