Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સુરતની બે શાળાના વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત

શાળાઓમાં સેનીટાઈઝેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે: સુરત શહેરમાં કુલ 78 વિદ્યાર્થી પોઝિટીવ આવ્યા છે. જેને લઈને પાલિકા દ્વારા સતત ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે

 

અમદાવાદ : રાજ્યમાં અમદાવાદ પછી સૌથી વધુ કોરોનાના કેસ સુરત માં નોંધાઈ રહ્યા છે. સુરતમાં શાળાઓમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. શનિવારે સુરતની વધુ બે શાળાના 14 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે.

સુરતમાં હજુ પણ બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ટેકરાવાળા સ્કૂલમાં 8 અને સ્વામિનારાયણ વિદ્યાલયમાં 6 વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યાની માહિતી છે. શાળા દ્વારા તકેદારી રાખવાનો દાવો કરાયા છતાં શાળાઓમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ફરીથી સુરતની 2 શાળાઓમાં કોરોનાના કેસ નોંધાતા સુરત પાલિકા દ્વારા સ્કૂલ બંધ કરવામાં આવી છે. સાથે જ શાળાઓમાં સેનીટાઈઝેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે એક તરફ શાળાઓમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓની રસીકરણની કામગીરી શરુ કરવામાં આવી છે. ત્યાં બીજી તરફ શનિવારે સુરત શહેરમાં કુલ 78 વિદ્યાર્થી પોઝિટીવ આવ્યા છે. જેને લઈને પાલિકા દ્વારા સતત ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

(12:29 pm IST)