Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે રૂ. 50 લાખના ખર્ચે CSSD વિભાગનું ઉદ્ઘાટન કરાયું

વલસાડના શાહ વિરચંદ ગોવનજી જવેલર્સનો મળ્યો સાથ: હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા ઉપયોગમાં લેવાતાં સાધનોથી દર્દીઓને ચેપ ન લાગે તે માટે આ સાધનોને સંપૂર્ણ વાઇરસ રહિત કરવાં પ્લાન્ટ નખાયો.

dir="ltr"> 
(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :કસ્તુરબા હોસ્પિટલ વલસાડ ખાતે નવનિર્મિત અત્યાધુનિક સેન્ટ્રલ સ્ટરીલાયઝેશન સપ્લાય ડિપાર્ટમેન્ટ ( CSSD )નું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો. ઓકટોબર ૨૦૨૧ માં અત્યાધુનિક CSSD વિભાગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. CSSD ને હોસ્પિટલનો મહત્વપૂર્ણ વિભાગ ગણવામાં આવે છે . જે સતત ગુણવત્તાયુકત દર્દી સંભાળ અને હોસ્પિટલમાં ચેપ નિયંત્રણને સર્મથન આપવા માટે જરૂરી છે . ચેપ નિયંત્રણના દ્રષ્ટિકોણથી સર્જીકલ સાધનોની યોગ્ય જીવાણુ નાશકક્રિયા કરવામાં આવે તેની ખાતરી કરવી જરૂરી છે. આ વિભાગ શરૂ કરવા માટે શાહ વિરચંદ ગોવનજી જવેલર્સ પરિવાર તરફથી આર્થિક યોગદાન મળ્યું હતું. સારી ગુણવત્તાની સંભાળ આપવાના ઉદ્દેશ સાથે ટ્રસ્ટના મંડળને અત્યાધુનિક CSSD વિભાગ બનાવવામાં લગભગ ૩ મહિનાનો સમય લાગ્યો હતો . દર્દીઓને શ્રેષ્ઠ સંભાળ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચરને અપગ્રેડ કરવાની આ વર્તમાન સમયની જરૂરિયાત છે . આ કાર્યક્રમમાં કસ્તુરબા હોસ્પિટલમાં ચીફ ગેસ્ટમાં જેનીસભાઇ કોઠારી, રાગીણીબેન કોઠારી, ટ્રસ્ટ મંડળમાંથી અર્જુનભાઇ દેસાઇ, કિરણભાઇ દેસાઇ, વિપુલભાઇ કાપડીયા, પિયુષભાઇ શાહ તથા તમામ ડોકટર્સ હોસ્પિટલના અને એડમીન સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.
(7:03 pm IST)