Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

નિકોલની મહિલાને બ્લેકમેઇલ કરી અને પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું

માધવપુરાના હુસેન નાથુભાઈ સાદિક હુસેન રંગરેજ સામે ફરિયાદ :આરોપીએ મહિલાનો નગ્ન વિડીયો વાઇરલ કરવાનું કહી દોઢ વર્ષ બ્લેકમેઇલ કરી

અમદાવાદ : નિકોલની 30 વર્ષીય મહિલા પર માધવપુરાના હુસેન નાથુભાઈ સાદિક હુસેન રંગરેજે બ્લેકમેઇલ કરી અને ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી નગ્ન વિડીયો વાઇરલ કરવાનું કહી અને પતિ તથા પુત્ર ની હત્યા કરવાનું કહીને દુષ્કર્મ અચરતો હતો. આ અંગે મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના નિકોલ વિસ્તારમાં 30 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. દરમિયાનમાં છેલ્લા દોઢ વર્ષ પહેલાં માધવપુરા ખાતે આવેલી અહેમદખાનની ચાલીમાં રહેતો હુસેન નાથુભાઈ સાદિક હુસેન રંગરેજની મુલાકાત થઈ હતી. દરમિયાનમાં હુસેન નાથુભાઈ સાદિક હુસેન રંગરેજે મિત્રતા કેળવી ભોળવી મહિલાને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી દુષ્કર્મ ગુજાર્યું હતું.

 

મહિલાના પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી મહિલાનો નગ્ન વિડીયો બનાવી લીધો હતો અને વારંવાર ધમકી આપી અસારવા, હીરાવાડી, મેંમકો, સહિતની અલગ અલગ હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આમ વિડીયો વાઇરલ અને પતિ તથા બાળકોને મારી નાખવાનું કહી ને આરોપી હુસેન નાથુભાઈ સાદિક હુસેન રંગરેજે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે મહિલા ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી મહિલાનું મેડિકલ અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(6:11 pm IST)