Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના મંડાલીના દુધ મંડળીના મંત્રી ગાંડાભાઇ પ્રજાપતિના ગળામાં પતંગની દોરી ફસાઇ જતા ગાલ કપાઇ ગયો

લોહીલુહાણ હાલતમાં ખેરાલુની હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા

મહેસાણાઃ ઉત્તરાયણ નાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાલમાં આકાશમાં રંગબેરંગી પતંગો દેખાઈ રહ્યા છે અને હાલમાં બજારમાં પણ દોરી પતંગ લેવા માટે મોટી ભીડ ઉમટી રહી છે ત્યારે આ વચ્ચે મહેસાણા જિલ્લામાં દોરી વાગવાની ઘટના બની છે.

ખેરાલુ તાલુકાના મંડાલી ગામની દૂધ મંડળીના મંત્રી પ્રજાપતિ ગાંડાભાઇ મોતીભાઇ એક્ટિવા લઇ ખેરાલુથી મંડાલી તરફ આવી રહ્યા હતા તેવા સમયે તેમને ગળામાં કાતિલ દોરી ફસાઇ જતાં ગાલ કપાઇ ગયો હતો.

મલેકપુર પાટિયા નજીક એક્ટિવા પહોંચતા આ ઘટના બની હતી તેમને મોઢાના ભાગે દોરી વાગતાં ગંભીર ઇજાઓ પહોંચતાં લોહીલુહાણ હાલતમાં તેઓ નીચે પડ્યા હતા જ્યાંથી તેમણે તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને ત્યારબાદ વધુ વધુ સારવાર અર્થે વડનગર સિવિલમાં અને ત્યાંથી મહેસાણા રીફર કરવામાં આવ્યા હતા

(4:55 pm IST)