Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ગાંધીનગર નજીક અડાલજ પોલીસે બાતમીના આધારે બાલાપીર ચાર રસ્તા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો:એક શખ્સની ધરપકડ

ગાંધીનગરગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે અડાલજ પોલીસે બાલાપીર ચાર રસ્તા પાસેથી વિદેશી દારૃ-બિયર ભરેલી કારને પકડી લીધી હતી અને એક શખ્સને ઝડપી લીધો હતો. દારૃ મોકલનાર દાંતીવાડાના બુટલેગર સામે પણ ગુનો દાખલ કરી કુલ ૬.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.   

રાજયમાં વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં બુટલેગરો પરપ્રાંતમાંથી વિદેશી દારૃ ગુજરાતમાં ઘુસાડવામાં સફળ થઈ રહયા છે અને જેતે જિલ્લાઓ સુધી તેને પહોચતો પણ કરવામાં આવી રહયો છે ત્યારે ખાસ કરીને ચિલોડા-હિંમતનગર અને મહેસાણા-અમદાવાદ હાઈવે ઉપર દારૃની હેરાફેરી વધી ગઈ છે. ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા પણ આવા દારૃ ભરેલા વાહનો પકડવા મથામણ કરવામાં આવી રહી છે. અડાલજ પોલીસની ટીમે બાતમીના આધારે બાલાપીર ચાર રસ્તા પાસેથી વિદેશી દારૃ અને બિયરનો જથ્થો ભરેલી એક કારને ઝડપી પાડી હતી જેમાંથી વિદેશી દારૃ અને બિયરની બોટલ મળી ૪૧૮ નંગ કબજે લેવાયા હતા. કારચાલક અભિષેક જગમોહનસિંહ રાજપુત રહે.૯૩/રપુરુસોત્તમનગર વિભાગ-રસ્વામીનારાયણ મંદિર સામેવિરાટનગર અમદાવાદને ઝડપી લેવાયો હતો. જેની પુછપરછમાં આ દારૃનો જથ્થો દાંતીવાડા ખાતે રહેતા ગણેશ નામના શખ્સે ભરી આપ્યો હતો અને તે અમદાવાદ વિરાટનગરમાં રાખીને છુટક વેચાણ કરવાનું હતું. હાલ તો પોલીસે દારૃ અને કાર મળી ૬.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:29 pm IST)