Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વડોદરામાં ખાણ ખનીજ વિભાગની ટીમે મહી નદીમાં માટી ખનન કરી રહેલ ચાર નાવડીઓ ઝડપી પાડી

વડોદરા: ખાણ અને ખનીજ વિભાગની વડોદરા અને આણંદ ની ટીમો એ તા.7 મી જાન્યુઆરીના રોજ વડોદરા જિલ્લાના નટવરનગર( બહિધરપુરા) નજીક મહી નદીમાં થી ચાર યાંત્રિક નાવડીઓ ની મદદથી સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખાણકામ અને પરિવહનની શંકાસ્પદ પ્રવૃત્તિ કરતી ચાર યાંત્રિક નાવડીઓ ઝડપી હતી. ટીમને આવતી જોઈને આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઓપરેટરો અને અન્ય લોકો સ્થળ છોડીને ભાગી ગયા હતા. તેના સંદર્ભમાં ખનીજ ખાતાના ખાણકામ નિરીક્ષક દેવાભાઇ છારિયા એ ભૂસ્તરશાસ્ત્રીની સૂચના પ્રમાણે ખનીજ ચોરીના ગુનામાં સંડોવાયેલા જણાયેલાઓ સામે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વડોદરા કચેરીના ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટે જણાવ્યું કે આ ઘટનામાં ચાર પૈકીની એક નાવડી લીઝ ધારક પ્રતાપ દલાજી વણઝારાની હતી જેમણે રૂબરૂ આવીને નિવેદન આપીને સમાધાન પેટે જે નક્કી થાય એ દંડનીય રકમ ભરવાની સંમતિ આપી છે. અન્ય એક ટીલા પાસે સાદી રેતીનું ખાણકામ કરતી ત્રણ નાવડીઓ ના સંદર્ભમાં નટવરનગરના પંચોએ તે આણંદ જિલ્લાના પ્રતાપપુરાના રાજેન્દ્રસિંહ રણજીતસિંહ રાઠોડ ઉર્ફે રાજુ ગોલ્ડ ની હોવાનું જણાવ્યું છે. આ સ્થળે ખાતા દ્વારા કરવામાં આવેલી માપણીમાં રૂ.26,91,360 ની કિંમતની 11,214 મેટ્રિક ટન સાદી રેતીનું બિન અધિકૃત ખાણકામ અને પરિવહન થયાનું તારણ નીકળ્યું હતું.

(5:46 pm IST)