Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં એડવાન્સ રૂપિયા લઇ પરત ન ચુકાવનાર કંપનીના માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા : સોમાતળાવ  પાસે ટી.વી.એસ.નો શો રૃમ ધરાવતા બિઝનેશમેન દ્વારા ટી.વી.એસ.કંપનીના ૯.૪૭ લાખ એક વર્ષથી ચૂકવવામાં આવતા ન  હોય,કંપનીના ડેપ્યુટી લિગલ મેનેજરે આ અંગે પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ નરોડારોડ પર અશોકમીલની ચાલીમાં રહેતા દિપકકુમાર અશોકભાઇ નાગર ટી.વી.એસ.ક્રેડિટ લી.કંપની વડોદરાની ઓફિસમાં ડેપ્યુટી લિગલ મેનેજર તરીકે નોકરી કરે છે.તેમજ ભદ્રેશ ભીખાભાઇ બારોટ (રહે. બારોટ વાસ, થલતેજ, અમદાવાદ) લિગલ મેનેજર તરીકે નોકરી કરે છે. દિપકકુમારે  પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,અમારી કંપની એક ફાયનાન્સ કંપની છે.અને અલગ અલગ રાજ્યોમાં ફાયનાન્સનું કામ કરે છે.તેમજ ટી.વી.એસ.વાહનોના શોરૃમ ધરાવતા માલિકોને પણ ટી.વી.એસ.કંપનીના વાહનોના વેચાણ માટે એડવાન્સ રકમ ધંધા વ્યવસાય માટે આપવામાં આવે છે. જેમાં શો રૃમના માલિકોને જે તે મહિનાના શરૃઆતમાં   વાહનોના વેચાણ માટે એડવાન્સ રકમ આપવામાં આવે છે.અને મહિનામાં જેટલા વાહનોનું વેચાણ થાય તેની રકમ એડવાન્સમાંથી બાદ કરીને  પરત ચૂકવવાની હોય છે.આ એડવાન્સ  ફંડ આપવા માટે કંપની વતી ટેરેટરી મેનેજરની નિમણૂક કરેલી હોય છે.શો રૃમના માલિકો સાથે મેનેજર વાતચીત કરે છે.અને ત્યારબાદ તેઓની જરૃરિયાત મુજબની રકમ કંપનીમાંથી અપાવે છે.કંપનીની  શરતોને આધીન વડોદરા સોમાતળાવ પાસે હરિ સેલ્સ નામથી  ટી.વી.એસ.નો શો રૃમ  ધરાવતા જયદીપ કસ્તુરભાઇ સુથારને તેમની જરૃરિયાત મુજબ તા.૨૪-૦૮-૨૦૨૦  થી તા.૯-૧૧-૨૦૨૦ ના સમયગાળા  દરમિયાન કુલ રૃપિયા ૮.૨૧ લાખ આપવામાં આવ્યા હતા.

(5:47 pm IST)