Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વડોદરાના મકરપુરા રોડ નજીક પરિણીતા પાસે દહેજની માંગણી કરી ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ પોલિસ ફરિયાદ

વડોદરા : મહિને એક લાખથી વધારે આવક હોવાછતાંય પરિણીતાને પિયરમાંથી દહેજ પેટે દશ લાખ લઇ આવવા દબાણ કરી ત્રાસ ગુજારતા પતિ તથા અન્ય સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. મકરપુરા રોડની  પંચમ પાર્ક સોસાયટીમાં રહેતી દર્શના પુનિયાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ જયપ્રકાશ શીવરામ ચૌધરી,સસરા શીવરામ ચૌધરી,સાસુ ધનપતિ,નણંદ કવિતા અને સુનિતા (તમામ  રહે.ઝાલના ગામ,માલવિયાનગર,તા.જયપુર રાજસ્થાન) સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા લગ્ન તા.૨૧-૦૧-૨૦૧૫ ના રોજ જયપ્રકાશ સાથે ઝાલના ગામના ખાલસા પેલેસમાં થયા હતા. શરૃઆતમાં સાસરીમાં મારી સાથે સારો વ્યવહાર રાખ્યો હતો.પરંતુ,ત્યારબાદ સાસરિયાઓની કાન ભંભેરણીથી મારા પતિએ દહેજના કારણે  ત્રાસ ગુજારવાનું શરૃ કર્યુ હતું.તારે દશ લાખ લાવવા  પડશે.નહીંતર એક ખૂણામાં પડી  રહેજે.તેઓ મને કહેતા હતા  કે,તું કોલેજમાં ભણવા જાય અને સારી નોકરી મળશે તો આપણને વધુ  રૃપિયા મળશે.તેમના કહેવાથી મેં મારા  પિતાના ખર્ચે કોલેજમાં ભણવાનું શરૃ કર્યુ હતું.વર્ષ-૨૦૧૫ માં હું ગર્ભવતી થઇ  હતી.પરંતુ,ગર્ભાવસ્થામાં મારી પાસે વધુ  પડતું કામ કરાવવામાં આવતા ગર્ભપાત થઇ ગયો હતો. ત્યારબાદ તેઓ મને પિયરમાં છોડી ગયા હતા.ત્રણ મહિના  પછી હું પરત રાજસ્થાન સાસરીમાં ગઇ હતી.અને સપ્ટેમ્બર-૨૦૧૯ માં  હું ફરીથી  ગર્ભવતી થતા એક પુત્રનો જન્મ થયો હતો.પુત્રના જન્મ  પછી ફરીથી દહેજમાં દશ લાખ લઇ આવવાનું કહી ત્રાસ ગુજારવાનું શરૃ થયું હતું.મારો મોબાઇલ ફોન લઇ લેવામાં આવ્યો હતો.મને મારા પિયરમાં વાત પણ કરવા દેતા નહતા અને કહેતા હતા  કે,તું તારા બાપને ત્યાંથી દશ લાખ લઇ આવ.મારા છોકરાને જિમ્નેશિયના ધંધા માટે રૃપિયાની જરૃરિયાત છે. તેઓએ મારા તમામ સર્ટિફિકેટ અને દાગીના પણ તેમની પાસે રાખી લીધા હતા.નવેમ્બર-૨૦૧૭ થી તેઓએ મને પુત્ર સાથે તરછોડી દીધી છે.અને હાલમાં હું  પિયરમાં ઓશિયાળુ જીવન જીવી રહી છું.મારા પતિ રાજસ્થાનમાં જિમ્નેશિયમ ચલાવે છે. તેમજ મોલમાં મેનેજર તરીકે પાર્ટ ટાઇમ નોકરી કરે છે.અને પાવર સ્પલાયર તરીકેનું કામ  કરે છે.રાજસ્થાનમાં ભાડાની આવક ધરાવે છે.તેમના પરિવારની માસિક આવક એક લાખથી વધારે છે.તેમછતાંય મારી પાસે  દહેજની માંગણી કરે છે.

(5:49 pm IST)