Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજ્યના 9 આઈએએસ અધિકારીઓની બદલી

રાજકોટના પૂર્વ નિવાસી અધિક કલેકટર અને હાલ ઔડાના ચેરમેન એ,બી,ગોરને વડોદરા કલેકટર તરીકે મુકાયા ડી.પી દેસાઈ બન્યા AUDAના CEO : આર.બી બારડની વન પર્યાવરણ વિભાગમાં બદલી: ડૉ. અજય કુમાર, જેનુ દેવનની બદલી: આલોક કુમાર પાંડે, રવિ કુમાર અરોરા અને ડૉ. એમ.ડી મોડિયા, ડી.જી પટેલની બદલી

અમદાવાદ :રાજ્યના 9 આઈએએસ અધિકારીઓની બદલીના હુકમો થયા છે જેમાંરાજકોટના પૂર્વ નિવાસી અધિક કલેકટર અને હાલ ઔડાના ચેરમેન એ,બી,ગોરને વડોદરા કલેકટર તરીકે મુકાયા  છે જયારે ડી.પી દેસાઈને AUDAના CEO બનાવાયા છે ,  આર.બી બારડની વન પર્યાવરણ વિભાગમાં બદલી કરાઈ છે અને ડૉ. અજય કુમાર, જેનુ દેવનની પણ બદલી કરાઈ છે આ સિવાય આલોક કુમાર પાંડે, રવિ કુમાર અરોરા અને ડૉ. એમ.ડી મોડિયા, ડી.જી પટેલની બદલી થઇ છે

રાજ્યનાં 9 IAS અધિકારીઓની બઢતી - બદલીના હુકમ  થયા છે
ડૉ. અજય કુમાર, જેઓ કેન્દ્રિય શિક્ષણ મંત્રાલયમાં ડેપ્યુટેશન પર છે, તેમને તેમની જગ્યા પર પ્રમોશન આપીને ચાલુ રખાયા છે.
 જેનુ દિવાનની પ્રોમોશન સાથે સ્ટેમ્પના અધિક્ષક અને નોંધણી મહાનિરીક્ષક, ગાંધીનગર તરીકે બદલી થઈ છે, સાથે તેમને આગામી આદેશો સુધી શ્રમ અને રોજગાર કમિશનર, ગાંધીનગરના પદનો વધારાનો હવાલો સોપાયો છે.
આલોક કુમાર પાંડેને પ્રોમોશન સાથે મેનેજિંગ ડાયરેક્ટર, ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ., ગાંધીનગર તરીકે બદલી કરાઈ છે.
 રવિ કુમાર અરોરા, કે જેઓ કેન્દ્રનાં એસ્ટેટ નિયામક, હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય, નવી દિલ્હીમાં ડેપ્યુટેશન પર છે તેમને તેમની જગ્યા પર પ્રમોશન આપીને ચાલુ રખાયા છે.
 આર.બી. 1 બારડની પ્રોમોશન આપીને વન અને પર્યાવરણ વિભાગમાં બદલી કરાઇ છે.
ડૉ. એમ.ડી. મોડિયા કે જેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઑફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે ફરજ બજાવે છે તેમને તેમની જગ્યા પર પ્રમોશન આપીને ચાલુ રખાયા છે.
 ડી.જી.પટેલની પ્રોમોશન સાથે સહકાર કમિશનર અને સહકારી મંડળીઓ, ગાંધીનગરના રજિસ્ટ્રાર તરીકે બદલી કરાઈ છે.
 ડી.એ. દેસાઈની પ્રોમોશન સાથે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકેની બદલી કરાઈ છે.
 એ.બી. ગોરની પ્રોમોશન સાથે કલેક્ટર, વડોદરા તરીકે બદલી કરવામાં આવી છે.

(7:33 pm IST)