Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ભુજ ખાતે ABVPનું 53મુ પ્રદેશ અધિવેશન યોજાયું : વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) નું ૫૩મુ પ્રદેશ અધિવેશન ભુજ ખાતે યોજાયું હતું. પ્રદેશ અધિવેશનમાં અમદાવાદ જિલ્લા ના વિરમગામ, માંડલ, બાવળા સહિતના કાર્યકરો એ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક અને સામાજિક પ્રસ્તાવ પસાર કરાયા હતા. દંગલ ફિલ્મના બબીતા ફોગટ, ભુજ ફિલ્મ ના વાસ્તવિક વીરાંગનાઓ હાજર રહી આશીર્વાદ આપ્યા હતાં તેમ એબીવીપીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

(7:42 pm IST)