Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

અમદાવાદમાં ઇન્કમટેક્સ વિસ્તારમાં હોટલ હયાત પાસે આંગડિયા પેઢીના કર્મચારીને પગમાં ગોળી મારીને લૂંટ

મોડીસાંજે ત્રણ રાઉન્ડ ફાયરિગ કરીને લૂંટને અંજામ આપ્યો : ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરાર થયેલા ત્રણ શખસને ઝડપી લીધા : ગણતરીની કલાકોમાં લૂંટ કેસનો ભેદ ઉકેલાયો

અમદાવાદ : શહેરના ઈન્કમ ટેક્સ વિસ્તારમાં આવેલી હોટલ હયાત પાસે 2 બાઈક પર આવેલા અજાણ્યા શખસોએ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લીધો હતો. 3 રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટને અંજામ અપાયો હતો. આ બનાવમાં આંગડિયા કર્મીના પગમાં એક ગોળી વાગી હોવાની વિગત સાંપડી રહી છે. લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. જો કે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે લૂંટ ચલાવી ફરાર થયેલા ત્રણ શખસને ઝડપી પાડ્યા છે. ગણતરીની મિનિટોમાં જ લૂંટ કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આંગડિયા પેઢીના કર્મી પાસે રહેલો સામાન લૂંટીને લૂંટારા ફરાર થઈ ગયા હતા. પરંતુ સામાનમાં રાખેલા જીપીએસ ટ્રેકરના કારણે લૂંટનો ભેદ ઉકેલાયો હતો. 3 શકમંદને ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે.

ગુજરાત વિદ્યાપીઠની સામે આવેલી હોટલ પાસે આજે સાંજે આંગડિયા પેઢીના કર્મચારી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ બનાવ બન્યો હતો. જે બનાવમાં આંગણવાડીની પાસે કિમતી સામાન લૂંટીને ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. જે અંગેની જાણ અમદાવાદ પોલીસને થતાં અમદાવાદ પોલીસે નાકાબંધી કરી દીધી હતી.આ બનાવ અંગે પેઢીના કર્મચારીને બીજા થઈ હતી. જે સંદર્ભે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને મહત્ત્વની કડી મળી હતી. જેમાં કિંમતી સામાનની વચ્ચે જીપીએસ ટ્રેકર હોવાની માહિતી મળતા પોલીસે લોકેશન પર જઈને 3 શકમંદોને ઝડપી લીધા છે.

(10:11 pm IST)