Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વિરપોર ત્રણ રસ્તા પાસે ફોર વ્હીલ ગાડી ટ્રકમાં ઘુસી જતા અકસ્માતમાં ગાડીને નુકશાન:સદનસીબે કોઈને ઇજા ન થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વિરપોર ગામ પાસે એક ફોર વ્હીલ ગાડી ઓવરટેક કરતા સમયે આગળ ચાલતી ટ્રકમાં ઘુસી જતા ગાડીને નુકશાન થયું હતું

પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 9 જાન્યુઆરી એ રાત્રે 12 વાગે બનેલી ઘટના બાબતે બિનય રમણિકભાઈ પટેલ (રહે.કામરેજ સુરત )નાઓએ આપેલી ફરીયાદ અનુસાર તેઓ સંખેડાથી સુરત પરત જતા હતા ત્યારે વિરપોર ત્રણ રસ્તા પાસે તેમની સ્કોડા ફોર વ્હીલ ગાડી નંબર GJ.05.RD.0470 પુરઝડપે હંકારતા આગળ ચાલતી ટ્રકને ઓવરટેક કરવા જતાં તેમની ગાડી અથાડતા પાછળ આવતી અન્ય ટ્રકે તેમની સ્કોડાને પાછળથી અથાડતા સ્કોડાને નુકશાન થયું હતું જોકે સદનસીબે અંદર બેઠેલા કોઈને ઇજા થઇ ન હોય આમલેથા પોલીસે સ્કોડા ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:55 pm IST)