Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ખાતરની અછતને મુદ્દે કૃષિ મંત્રીએ દિલ્હી તાર ઘણઘણાવ્યા : બે દિવસમાં જ કચ્છમાં પહોચશે ખાતર: રાઘવજીભાઈ પટેલ

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી

 

અમદાવાદ : ગુજરાતમાં ફરી ખાતરની અછત વર્તાતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. કોરોના કાળમાં ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહેવા મજબુર થયા છે ત્યારે કૃષિ મંત્રી રાઘવજીભાઈ  પટેલ ખાતરની અછતને લઇને એક્શન મોડમાં આવ્યા હતા

તેમણે કહ્યું કે કચ્છમાં 1436 ટન ખાતર 2 દિવસમાં પહોચી જશે. અને ઉતર ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ 2 દિવસમાં ખાતર પહોચી જશે જેથી ખાતરની અછત ખેડૂતોને નહી પડે. ખાતરની અછતને લઇને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. રાઘવજી પટેલે કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી

 નવા વર્ષની શરૂઆતમાં જ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. પોટાશ ખાતરમાં ગુણ દીઠ 660 રૂપિયાનો વધારો કરી દેવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આમ પોટાશ ખાતરના ભાવ વધતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અંદાજીત 40 કરોડનો આર્થિક બોજો સહન કરવો પડશે, મહત્વનું છે કે કેન્દ્ર સરકાર સમક્ષ 5 હજાર કરોડની સબસિડીની માગ કરાઇ રહી છે.

  નવા વર્ષની શરૂઆત સાથે જ ખાતરના ભાવમાં વધારો થયો છે. પોટાશ ખાતરનો ભાવ છેલ્લા 10 મહિનામાં બે ગણો થયો છે. એપ્રિલ 2021માં પોટાશ ખાતરનો ભાવ 850 રૂપિયા હતો. જ્યારે હવે જાન્યુઆરી 2022માં પોટાશ ખાતરનો ભાવ 1700 થયો છે. જેને લઇ રોકડીયા પાક અને શેરડીની ખેતી કરતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. પોટાશ ખાતરમાં ગુણ દીઠ 660 રૂપિયાનો વધારો થયો છે.

ખાતરના ભાવ વધારા મુદ્દે IFFCOના ચેરમેન દિલીપભાઈ  સંઘાણીએ કહ્યું કે, પોટાશ ખાતર સંપૂર્ણપણે આયાત કરવામાં આવે છે.ઈન્ટરનેશનલ માર્કેટમાં પોટાશનો ભાવમાં વધારો થયો છે જે 280 ડોલર પ્રતિ ટનથી વધીને 700 ડોલર થયો છે.આમ ખાતરના ભાવમાં વધારા માટે ઈન્ટરનેશનલ માર્કેટ કારણભૂત છે.દેશ અને રાજ્યમાં પોટાશ ખાતરનો ભાવ ઈન્ટરનેશનલ ભાવ પ્રમાણે વધે છે.

 

ગુજરાતમાં ભાજપ સરકારના 25 વર્ષ અને કેન્દ્રમાં 7 વર્ષના શાસન પૂરા થયા છતા ખેડૂતોની સ્થિતિ ઠેરની ઠેર છે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના ઠાલા વચનો આપ્યા હતા જો કે આજે ખેડૂતોની આવક અડધી અને ખર્ચ બમણો થઈ ગયો છે. અવાર નવાર ખેડૂતો ભારત સરકારની નીતિ સામે વિરોધ કરતા નજરે પડે છે, વર્તમાન સમયમાં ખાતરના ભાવ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત મહિને ખાતરના ભાવમાં 260 વધ્યા બાદ 259 રુપિયાનો વધારો કરાયો હતો, એક તરફ ડીઝલ, સિંચાઈ,બિયારણ, જંતુનાશક દવાઓના ભાવથી ખેડૂતો હેરાન છે. ત્યારે કૃષિ ઓજાર પર પણ જીએસટી ચાર્જ વસુલવામાં આવે છે. આ ભાવ વધારા વચ્ચે વિપક્ષે પણ તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી છે.

રાસાયણિક ખાતરમાં ભાવ વધતા ખેડૂતોનું બજેટ ખોરવાયું છે. 1 વિઘામા 3 થેલી ખાતર ઉપયોગ થતા 1 હજાર મોંઘવારી ખેડૂતોના શિરે આવી પડ્યો છે. રાસાયણિક ખાતર અને દવાના ભાવ વધારા સામે ખેડૂત લાચાર છે. ઉપજ મુજબ ભાવ ન મળતા ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે. હવે ખાતરમાં ભાવ વધારો થા ખેડૂત ચિંતિત બન્યા છે. ખાતરના ભાવ વધારા કારણે ખેડૂતો પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઇ છે.

(12:27 am IST)