Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

રાજપીપળા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે માલવ બારોટને જવાબદારી સોંપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી જિલ્લા, તાલુકા પંચાયતો,નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે દરેક રાજકીય પક્ષો હોદેદારોની નિમણુંક કરી છે જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ કાર્યકતાઓને અલગ અલગ જવાબદારીઓ સોંપાઈ હોય ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચનાથી નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેન્દ્રભાઈ વાળંદ દ્વારા રાજપીપળા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે માલવ સંતસરણ બારોટની નિમણુંક કરાઇ છે.

(10:20 pm IST)