Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

અમદાવાદ મનપા ચૂંટણીમાં 774 ઉમેદવારો મેદાનમાં : એક બેઠક પર ભાજપ બિનહરીફ

ચકાસણી દરમિયાન 907 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા: 797 ફોર્મ માન્ય રહ્યા : 23 ફોર્મ પરત ખેંચાયા

અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠકો માટે 1704 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ ફોર્મની આજે ચકાસણી દરમિયાન 907 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. જયારે 797 ફોર્મ માન્ય રહ્યા હતા. આજે તા.9મી ફ્રેબુઆરીના રોજ સાંજના 7.40 વાગ્યા સુધી ઉપલબ્ધ થયેલી માહિતી મુજબ 23 ઉમેદવારી પત્ર પાછાં ખેંચાતાં 774 ઉમેદવારો રહ્યાં છે. હજુ ત્રણ વોર્ડની માહિતી બાકી છે. જેથી ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે. આજની ઉમેદવારી પત્ર પાછાં ખેંચવામાં નારણપુરા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછું ખેંચતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થઇ ગયા છે.

   રાજ્યની છ મહાનગરપાલિકાની અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર તથા ભાવનગરની આગામી તા. 21મી ફ્રેબુઆરીના રોજ ચુંટણી યોજાવાની છે. આ ચુંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 6ઠ્ઠી ફ્રેબુઆરી રાખવામાં આવી હતી. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની 192 બેઠકો માટે કુલ 1704 ફોર્મ ભર્યા હતા. આ ફોર્મ 1252 ઉમેદવારોએ ભર્યા હતા. આ ઉમેદવારી પત્રોની આજે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તેની ચકાસણી દરમિયાન 907 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા હતા. જયારે 797 ફોર્મ માન્ય રહ્યા હતા. આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો દિવસ હતો. સાંજે 7 વાગ્યા સુધીમાં અમદાવાદ જિલ્લા ચુંટણી અધિકારીની કચેરી પાસે ઉપલબ્ધ માહિતી પ્રમાણે 23 ફોર્મ પરત ખેંચાયા હોવાથી 774 ઉમેદવારો રહયાં છે. હજુ ત્રણ વોર્ડની માહિતી ઉપલબ્ધ ના હોવાથી ઉમેદવારોનો આંકડો હજુ ઘટવાની શક્યતા રહેલી છે.

(10:49 pm IST)