Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના ગુજરાત હાઈકોર્ટ દ્વારા શરતી જામીન મંજુર

અમદાવાદ :દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના ગુજરાત હાઈકોર્ટ દ્વારા શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે દૂધસાગર ડેરીની ચૂંટણીના પ્રચાર – પ્રસાર માટે વિપુલ ચૌધરીને વચગાળા જામીન આપવાની માંગ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.નોંધનીય છે કે દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીનો પરાજય થયો હતો

   ગુજરાત હાઈકોર્ટે 31મી ડિસેમ્બર 2020ના રોજ રાજ્ય સરકાર દ્વારા ઓડિટ રિપોર્ટના આધારે વિપુલ ચૌધરી સમર્થિત જોડિયા દૂધ ઉત્પાદક સંઘ મંડળીને ક -શ્રેણીમાં મુકવાના નિણર્ય પર સ્ટે આપ્યો હતો. નોંધનીય છે કે અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટ દ્વારા મહેસાણા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી.મહેસાણા દૂધ ઉત્પાદક સંઘના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હવે અશોક ચૌધરી સામે ઉમેદવારી નોંધાવી હતી.

   અમદાવાદ સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરીના જામીન ફગાવી દેવાતા જામીન મેળવવા માટે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.. મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2014માં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વિપુલ ચૌધરી પર વિનામૂલ્યે સાગરદારણ મહારાષ્ટ્ર મોકલી કૌભાંડ આચરવાનો આક્ષેપ છે.આ સાથે કર્મચારીઓને બોનસ આપી નાણાંકીય ઉપાચતનો પણ આક્ષેપ છે. આ કેસમાં ફરિયાદ દાખલ થયા 6 વર્ષ પછી ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી

(12:10 am IST)